




રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ગિરિમથક સાપુતારાની મુલાકાતે પધારેલા રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી તથા ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલે, ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત, એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ, તથા ગર્લ્સ લિટરસી રેસિડેન્સિયલ સ્કૂલની જાત મુલાકાત લીધી હતી. અહી છાત્રાવાસમા રહેતા આદિવાસી સમાજના બાળકોને મળતી શિક્ષણ સહિત નિવાસ, ભોજન વ્યવસ્થા અને ગણવેશ, શિષ્યવૃતિ સહિત શૈક્ષણિક સંશાધનોની મળી રહેલી સેવાઓ બાબતે પૃચ્છા કરી, મંત્રી શ્રી નરેશભાઈ પટેલે વડીલતુલ્ય ભાવ સાથે, આદિવાસી સમાજના બાળકો, વિશેષ કરીને દીકરીઓને ખૂબ અભ્યાસ કરવાની પ્રેરણા પૂરી પાડી આશીર્વાદ પાઠવ્યા હતા. મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ, સહિતના સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતુ. પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જે.ભાગોરા તથા આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આર.એ.કનુજા, અને જિલ્લા પુરવઠા અધિકારી કુ.પ્રિયંકા પટેલે ઉપસ્થિત રહી પૂરક વિગતો રજૂ કરી હતી. શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત બાદ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલે, શામગહાન સ્થિત સસ્તા અનાજની દુકાન, અને તેના રેશનકાર્ડ ધારક ગ્રાહકને મળી વિગતે પૃચ્છા કરી હતી. શામગહાન બાદ મંત્રીશ્રીનો કાફલો વઘઇ ખાતે પહોંચ્યો હતો. જ્યા તેમણે સરકારી અનાજના ગોડાઉનની મુલાકાત લઈ, જરૂરી પરામર્શ કર્યો હતો.
