– જીવનનગર સમિતિ અને શ્રીગૌડ સમાજે ઉત્કૃષ્ઠ સેવા બદલ બહુમાન કર્યું.
– ધર્મ અને વિજ્ઞાનના સમન્વયના દાખલા આપ્યા.

જીવનનગર વિકાસ સમિતિ, સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણસમાજ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળ ઉપક્રમે સેવાકીય કાર્યો કરનાર જ્ઞાતિ સમાજમાં સેવાનું યોગદાન આપનાર બે શ્રેષ્ઠીઓનું વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર કચ્છ અને સોરઠી શ્રીગૌડ માળવીય જ્ઞાતિ સમાજમાં છેલ્લા ૪૦ વર્ષથી ઉત્કૃષ્ઠ સેવાકીય કાર્યો કરનાર, ધર્મ અને વિજ્ઞાનને સાથે રાખી માનવતાલક્ષી કાર્યોમાં અગે્રસર સેવાભાવી ભાગવતાચાર્ય રતિભાઈ પુરોહિતનું બહુમાન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિના પ્નસંગોમાં હરહંમેશા સાથ આપવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉદાત ભાવના સાથે ધર્મ, વિજ્ઞાનની સાચી સમજ આપવા બદલ કદર કરવામાં આવી હતી.
જ્ઞાતિ સમાજમાં મુકસેવક કાર્યો કરનાર, સમાધાનકારી વલણ સાથે પ્નસંગોમાં નિ:સ્વાર્થ કામગીરી કરનાર કિરણભાઈ જે. ભટ્ટનું બહુમાન કરી તેમના કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. બંને મહાનુભાવોની કદર વખતે સી. જે. ભટ્ટ પરિવાર સાથે જ્ઞાતિ–સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
સમિતિના પ્નમુખ–એડવોકેટ જયંત પંડયાએ બંને સેવાભાવીઓનું સન્માન કરતાં જણાવ્યું કે યોગ્ય સમયે કદર કરવી તે સમાજની નૈતિક ફરજ છે. સમાજે સન્માન કરી ૠણ અદા કર્યું છે. રાજકોટમાં છેલ્લા ૪૦ વર્ષથી નિ:સ્વાર્થ સેવા કરે છે તેના સૌ કોઈ સાક્ષી છે. જાથા માનવતાલક્ષી કાર્યોમાં અગે્રસર હોય છે. માનવીય અભિગમ ધરાવતા બંને મહાનુભાવોની કદર કરતાં પ્નશંસા વ્યક્ કરવામાં આવી હતી.
ભાગવતાચાર્ય રતિભાઈ પુરોહિતે ભાગવત મીશન દ્વારા કરવામાં આવતી પ્નવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો. ધર્મ પ્નચારની વિગત આપવામાં આવી હતી. જીવન સાર્થકના કાર્યો, વાસ્તવિક જીવનના પાસાઓ વર્ણવામાં આવ્યા હતા. પોતે સમાજ પ્નત્યે ૠણ અદા કર્યું છે તેવી નમ્રતા સાથે વિગત રજૂ કરી હતી. કિરણભાઈ ભટ્ટે સન્માન બદલ આભાર વ્યક્ કર્યો હતો.
આ પ્નસંગે રાજુભાઈ ભટ્ટ, સંજય પુરોહિત, રસિકભાઈ પંડયા, કિશોરભાઈ જગજીવન, હિતેષભાઈ, જયેશભાઈ, મનીષભાઈ, અમોલભાઈ, દેવેશભાઈ ભટ્ટ, હરેશભાઈ ભટ્ટ, આકાશભાઈ પંડયા, નિશાંત ગોર, રૂદ્ર ભટ્ટ, જોષી પરિવાર, નર્મળિાબેન પંડયા, સરોજબેન ભટ્ટ, અલ્પાબેન, આરતીબેન, શૈલજાબેન, આયુષીબેન, હર્ષાબેન, આશાબેન, જયશ્રીબેન, વિજુબેન, ચાંદનીબેન, હિનાબેન પંડયા ઉપરાંત જ્ઞાતિ સમાજ હાજર રહ્યો હતો. જ્ઞાતિ સમાજમાં અવિરત છેલ્લા ૪૦ વર્ષથી નિ:સ્વાર્થ સેવા કરવા બદલ અને સન્માનના ભાગીદારમાં સી. જે. ભટ્ટ પરિવારનો પણ આભાર વ્યક્ કરવામાં આવ્યો હતો.
