કચ્છી કેરી કલસ્ટર ડેવલપમેન્ટ યોજના

બાગાયત કલસ્ટર ડેવલોમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત દેશના ૧૨ પાયલોટ કલસ્ટરો પૈકી રાજયમાં કચ્છ કેરી કલસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ કચ્છ પસંદ કરાયું છે.

જે અંતર્ગત આજરોજ ભુજ ખાતે કચ્છ મેંગો કલસ્ટર ડેવલોપમેન્ટ પ્રોગ્રામનો એક દિવસ વર્કશોપ યોજાયો હતો. નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ અને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી.ના સહયોગથી યોજાયેલા વર્કશોપમાં ભારત સરકારની કલસ્ટર પ્રોગ્રામ અંતર્ગત કચ્છમાં રૂ.૨૦૦ કરોના રોકાણની પરિકલ્પના છે. જેમાં ભારત સરકાર દ્વારા રોકાણકારને રૂ.૫૦ કરોડ સુધીની સહાય મળવાપાત્ર છે.

ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) બનાવો કેમ કે ફુડ પ્રોસેસીંગ સેકટરમાં જેટલા પણ સંગઠનો છે તેમાં તમામ સુવિધા સહાયો, કેન્દ્ર અને રાજય સરકારના લાભ લઇ આર્થિક ઉન્નતિ વધારો આંતરરાષ્ટ્રીય સ્તરે કેરીની બ્રાન્ડીંગ ઉભી કરવા કચ્છને કેરી કલસ્ટર તરીકે વિકસાવવા વિશાળ શકયતા છે એમ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજીંગ ડાયરેકટરશ્રી ડી.કે.પારેખે પ્રાસંગિકમાં જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રૂ.૨૦૦ કરોડના કચ્છ કેસર કેરી કલસ્ટર પ્રોજેકટનાં મુડી રોકાણમાં ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન નોડલ એજન્સી છે. માપદંડો આધારિત અમલીકરણ એજન્સીને રૂ.૫૦ કરોડની સહાય મળવાપાત્ર છે ત્યારે પ્રિહાર્વેસ્ટ, પોસ્ટ હાર્વેસ્ટ અને માર્કેટીંગ અને લોજીસ્ટીક ઈન્ફાસ્ટ્રકચરથી યોજનાનો લાભ લો કચ્છ કેરી કલસ્ટર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ માટે આપણી વિપુલ તકો છે તેનો FPO બનાવી પુરો લાભ લઇએ નેશનલ ફોર્ટીકલ્ચર બોર્ડના નાયબ નિયામકશ્રી સુરેન્દ્ર સિંઘે આ તકે જણાવ્યું હતું કે, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) અંતર્ગત પ્રોગ્રામ અમલીકરણ કરાશે. ઉત્તમ પ્રકારની ગુણાવતાવાળા ફળોનું ઉત્પાદન કરો. મેંગો કલસ્ટરની સફળતા એમાં છે. કચ્છના કેરી ઉત્પાદકો એક સાથે જોડાઇ સહયોગ વધારો. સરકારનાં ગુજરાત એગ્રો કોર્પોરેશન, KVK, હોર્ટીકલ્ચર તમારી સાથે છે. પ્રધાનમંત્રીનો ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારમાં મૂકવાનો વિચાર સાકાર કરવા સ્થાનિક ખેડૂતો FPO બનાવો. ખેત ઉત્પાદન સંગઠન બનાવો સમૃધ્ધ બનો.

બાગાયત સંયુકત નિયામકશ્રી ડો.ફાલ્ગુન મોઢે આ તકે જણાવ્યું હતું કે, નર્સરીથી લઇ નિકાસ સુધી તમામ બાબતો બાગાયત ખાતુ ચલાવે છે. બાગાયત ક્ષેત્રે કચ્છે ક્રાંતિ કરી છે. સખત પરિશ્રમથી કચ્છી ખેડૂતોએ ક્રાંતિ કરી છે જરૂર છે સંગઠીત થઇ સહકારની સમૃધ્ધ થવાની. ખેડૂતો વેપારી બનશે તો જ આર્થિક ઉન્નતિ થશે. ખેતી સહકારનો વિષય છે સ્પર્ધાનો નહીં. વૈજ્ઞાનિક પધ્ધતિ અને ટેકનોલોજીથી સંગઠન અને સહકારથી ખેતી સુધારો. સમૃધ્ધ બનો. તેમણે સંગઠન, ક્રેડિટશેરીંગ, સ્કીલ શેરીંગ અને માર્કેટીંગથી સરકારની વિવિધ સહાયનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો.

ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એડીશનલ જનરલ મેનેજર હેતલબેન દેસાઇએ કલસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ વિશે માહિતી આપતા જણાવ્યુ હતું કે, કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર ૩૧-૫-૨૦૨૧ના રોજ બાગાયત કલસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો જે પૈકી દેશમાં પ્રાથમિક તબકકે ૧૨ કલસ્ટરો પૈકી રાજયમાંથી કચ્છને કેરી કલસ્ટર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ પસંદ કરાયું છે. આ કેન્દ્રિય યોજનામાં મીડી કલસ્ટર કેટેગરીમાં ૫ થી ૧૫ હજાર હેકટર માટે રોકાણકારને રૂ.૫૦ કરોડની નાણાંકીય સહાય મળવાપાત્ર છે. FPO/AIF/MIDH યોજનાનું આ કન્વર્જન્સ છે. જેમાં કલસ્ટર બ્રાન્ડ અને પ્લાન્ટીંગ મટિરિયલ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. જેને ખેડૂતો FPO, મંડળીઓ, ઉધોગકારો અને નિકાસકારો સાથે મળીને આગળ વધારે એમ વિગતે માહિતી આપતા શ્રી દેસાઇએ જણાવ્યું હતું.

મીલાપ જણસારીએ પણ આ તકે કલસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામનું વિગતે માહિતીસભર પ્રેઝન્ટેશન કર્યુ હતું. આભારવિધિશ્રી પીનલ પટેલે કરી હતી.

આ વર્કશોપમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો, પ્રયોગશીલ ખેડૂતો, ઉધોગકારો, સ્ટાર્ટઅપ એકમો, નિકાસકારો, સરકારી અને બિનસરકારી સંસ્થાના અગ્રણીઓએ પ્રોજેકટ અને ખેતી બાબતે રસપ્રદ ચર્ચા અને પ્રશ્નોત્તરી કરી હતી. જેના સુર રૂપે જિલ્લામાં આકાર પામતા ખેતી વિકાસ કામો અને ખેત ઉત્પાદક સંગઠનો નિર્માણ કરવાનો નિષ્કર્ષ હતો.

આ પ્રોજેકટમાં મુડીરોકાણ માટેનું ઓનલાઇન ટેન્ડર ૩૧/૫/૨૦૨૨ સુધી ભરી શકાશે રૂ.૨૦૦ કરોડના પ્રોજેકટમાં ત્રણ વર્ટીકલ છે. જે પૈકી એક એક વર્ટીકલમાં મુડીરોકાણ થઇ શકશે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM