



પરશુરામ જયંતીના ઉપલક્ષ્યમાં ભુજ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયોજિત શોભાયાત્રામાં વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્ય સહભાગી થયા હતા અને પોથીયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.આ પહેલા અધ્યક્ષાશ્રી એ ભુજમાં આવેલ પરશુરામ ભગવાનની પ્રતિમાના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા. આ પ્રસંગે ભુજ સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણીઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.