લંડન માં આગામી કાઉન્સિલ ચુંટણી માં મૂળ કચ્છી (ગુજરાતી)ઓની બોલબોલ

રીપોર્ટ by : હસુ ઠક્કર ભુજ

હાલમાં જ્યારે ગુજરાત માં ચૂંટણી ના ડાકલા વાગી રહ્યા છે ત્યારે તા. ૫ મે ના રોજ લંડન માં કાઉન્સિલ ની ચુંટણી થવા જઈ રહી છે, તેમાં ગુજરાતી અને કચ્છી ઉમેદવારો નો દબદબો નજરે પડી રહ્યો છે, એ વિજય યાત્રા માં આજરોજ બ્રિટન ના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ કેન્ટન – હેરો સ્વામિનારાયણ મંદિર માં ખાસ ઉપસ્થિત રહી ઉમેદવારો ને શુભેચ્છા પાઠવી હતી. કહેવાય છે ને કે જ્યાં જ્યા વસે ગુજરાતી , ત્યાં સદાકાળ ગુજરાત, લંડનમાં લાખોની સંખ્યામાં ગુજરાતીઓ સાથે હજારો ની સંખ્યા માં કચ્છીઓ વશે છે, બ્રિટન ના રાજકારણ માં ગુજરાતીઓ સાથે કચ્છીઓ પણ મહત્વ નું સ્થાન ધરાવે છે ત્યારે આગામી પાંચમી તારીખે લંડનમાં સ્થાનિક ચૂંટણી થવા જઈ રહી છે . જેમાં આઠ કચ્છી ( ગુજરાતી)ઓ પણ ચૂંટણી લડી રહ્યા છે જેને લઈને કચ્છમાં વસતા સ્વજનોમાં પણ ઉત્સાહનો સંચાર થવા પામ્યો છે . આ અંગે મીડિયા સાથે વાત કરતાં કન્ઝર્વેટિવ પાર્ટી ના ઉમેદવાર અને હાલ ના કાઉન્સિલ શ્રી. કાંતિભાઈ વરસાણી એ જાણવા જણાવ્યું હતું કે અમારી કન્ઝર્વેટિવ પાર્ટી માંથી લંડનમાં જે કાઉન્સિલની ચૂંટણી યોજાઈ રહી છે એમાં મૂળ કચ્છના અને હાલે લંડનમાં વસતા જયંતિ પટેલ ( કેરાઈ , કેરા ) , સુનીતા હિરાણી , નિતેશ હિરાણી ( કેન્ટન ઈસ્ટ ) , કાંતિ રાબડિયા ( કેન્ટન વેસ્ટ ) , મનજીભાઈ કારા ( વેલ્ડસ્ટોન દક્ષિણ ) ચેતના હાલાઈ ( કેન્ટન ઈસ્ટ ) , સમીર સુમરિયા ( કેન્ટન- કેન્ટન , હેરોની મુલાકાત લીધી પૂર્વ ) , નરેશ ગોથડિયા ( વેલ્ડસ્ટોન હતી.તેઓ પ્રથમ વખત મંદિરમાં સાઉથ ) સહિતના કચ્છીઓએ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણીને લઈને લંડનમાં વસતા આગેવાનો દ્વારા મંદિરમાં પરંપરાગત રીતે કચ્છીઓમાં ઉત્સાહનો માહોલ જળવાઈ રહે તે રીતે તમામ ઉમેદવારો નું સ્વાગત કરવામાં આવ્યું હતું . અદભૂત સાડીમાં સજ્જ મૂળ ભારતીય બ્રિટન ના ગૃહ સચિવ પ્રીતિબેન પટેલ ચૂંટણી લડતા કચ્છી – ગુજરાતી ઉમેદવારોને મતદારો તરફથી સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને હજુ પણ આવનારા દિવસો માં મળતો રહે તે માટે પ્રાર્થના સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણ ની આરતી કરી હતી, અને આ તમામ ઉમેદવારો ને વિજયી બનાવવા સ્થાનિક અગ્રણીઓ સાથે વિચારવિમર્શ કરી લોકો મહત્તમ મતદાન કરવા
કચ્છ સત્સંગ પરિવારો ને સ્વામિનારાયણ મંદિર તરફથી પણ અનુરોધ કર્યો હતો, હાલમાં કચ્છી લેવા પટેલ સમાજ ના પ્રમુખ શ્રી વેલજીભાઈ વેકરીયા ભારત ની મુલાકાતે હોઈ તેમને અને સમાજ ના અન્ય ટ્રસ્ટીઓ અને આગેવાનો એ ઉમેદવારો ને ટેલીફોનીક શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે લંડન પાર્લામેન્ટ
મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી બોબ બ્લેકમેન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *