ડાંગી બોય જીત ગાંગુર્ડે એ દિલ્હી કેપિટલ્સના સમર કેમ્પમા ભાગ લીધો

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગી બોય એવા ઉભરતા વિકેટ કીપર કમ બેટ્સમેન જીત ગાંગુર્ડે એ, તાજેતરમા જ દિલ્હી કેપિટલ્સ ના સમર કેમ્પમા ભાગ લઈ, કોચિંગ મેળવ્યુ છે. દિલ્હી કેપિટલ્સના હેડ ઓફ ટેલેન્ટ સર્ચ અને ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટ કિપર, તથા નેશનલ સિલેક્ટર્સ શ્રી સબા કરીમના માર્ગદર્શન હેઠળ આયોજિત દિલ્હી કેપિટલ્સના આ સમર કેમ્પમા છ સેશનમા, ડાંગના આ યુવા ક્રિકેટરે ભાગ લઈ, પસંદગીકારો સમક્ષ તેની ક્ષમતા રજૂ કરી હતી. દિલ્હી કેપિટલ્સ ક્રિકેટ એકેડમી દ્વારા દિલ્હી કેપિટલ્સ ડેવલોપમેન્ટ સ્ક્વોડ માટે આયોજિત આ કેમ્પમા શ્રી સબા કરીમ સહિત દેશના અનુભવી ક્રિકેટરો, અને દિલ્હીની રણજી ટ્રોફી ટીમના ખેલાડી જોન્ટી સિદ્ધુ સહિતના નિવડેલા ખેલાડીઓ દ્વારા પ્રશિક્ષણ મળ્યુ હતુ. બાલ ભવન ઇન્ટરનેશનલ સ્કૂલ, દ્વારકા (દિલ્હી) ખાતે આયોજિત આ સમર કેમ્પમા પસંદગીકારોની નજરમા આવ્યા બાદ, દિલ્હી કેપિટલ્સ સ્કવોર્ડમા પસંદ થવાની તક રહેલી છે, તેમ ડાંગના આ યુવા ક્રિકેટર શ્રી જીત ગાંગુર્ડે એ એક મુલાકાતમા જણાવ્યુ હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *