શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા સુરત દ્વારા ભગવાન પરશુરામ જી ની ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા સુરત દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે તારીખ 3 મે 2022 ને મંગળવાર ના રોજ અખાત્રીજના દિવસે બ્રાહ્મણ કુળ શિરોમણી ભગવાન પરશુરામ જી નો જન્મદિવસ હોય આ પ્રસંગે ભગવાન પરશુરામ જી ની ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમા સાધુ સમાજ તેમજ વિવિધ રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આ રેલીનુ સમસ્ત પાટીદારસમાજ,આહીર સમાજ, કોળીસમાજ,ભરવાડ સમાજ વગેરે દ્વારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ . વેશભૂષા અને પરીધાન તેમજ કરાટે અને લાઠીદાવ યાત્રા ના મુખ્યઆકર્ષણ રહ્યા હતા આ શોભાયાત્રા હરિહર મહાદેવ મંદિર,હંસ સોસાયટી,બરોડા પ્રિસ્ટેજ પાસે,વરાછા રોડ સુરત ખાતેથી બપોરે યાત્રા ૩:૩૦ કલાકે શરૂ  કરી ,મીની બજાર, હીરાબાગ,બરોડાપ્રિસ્ટેજ થઈ ને સિધ્ધ કુટીર મંદિરે યાત્રા સમાપન થયેલ, દક્ષિણઝોન બ્રહ્મ સમાજ ના પ્રભારી શ્રી ગિરીશ ભાઈ ત્રિવેદી એ સ્વાગત પ્રવચન કર્યું હતું.જ્યાં ધર્મસભા નુ આયોજન કરવામાં આવ્યું હતુ ,સંતો મહંતો એ ઉપસ્થિત રહી સમાજ ને આશિર્વચન આપ્યા હતા , રાજકીય તેમજ સામાજિક આગેવાનો તેમજ ઉપસ્થિત તમામ લોકો એ દાદા ની મહાઆરતી કરી હતી .અનેક રંગારંગ કાર્યક્રમો નુ સુંદર આયોજન થયેલ.અંતે ભોજન પ્રસાદ લઈ કાર્યક્રમ નુ સમાપન થયું હતું.સમાજ ના મહિલા પ્રમુખ શ્રીમતી પ્રતિભા બેન દેસાઈ એ આભાર વિધી કરી હતી , યુવા પ્રમુખ ભાર્ગવ જાની અને સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *