આણંદ જિલ્લા માં ચરોતર ગેસ માં સન્માન સમારંભ યોજાયો.

રિપોર્ટ: બીના પટેલ

રોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ, વિઠ્ઠલ ઉદ્યોગનગર દ્વારા પંકજભાઈ દેસાઈ, મુખ્ય દંડક,ગુજરાત વિધાનસભા, ગુજરાત રાજ્ય તથા સુરેન્દ્રભાઈ પટેલ, કોષાધ્યક્ષ (ખેડા) ભાજપ નો વિશેષ સન્માન કાર્યક્રમ યોજવા માં અવ્યો હતો.
આ પ્રસંગે ચરોતર ગેસ ના ચેરમેન ધર્મેન્દ્રભાઈ પટેલ,મેનેજીંગ ડિરેકટર હસમુખભાઈ પટેલ, જોઈન્ટ મેનેજીંગ ડિરકટર જયેશભાઈ પટેલ, સ્થાપક ડિરેકટર વિઠ્ઠલભાઈ પટેલ,પૂર્વ ડિરેક્ટર રમેશભાઈ શાહ,દિલીપભાઈ પટેલ,- ( નયા પડકાર), ભાવેશભાઈ પટેલ ( લક્ષ્મી પ્રોટીન્સ પ્રોડક્ટ્સ),વિઠ્ઠલ ઉદ્યોગ પ્રમુખ હર્ષદભાઈ મહેતા, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ વિઠ્ઠલ ઉદ્યોગનગર કાંતિભાઈ ભૂવા, સેક્રેટરી હેમલભાઈ પટેલ,ઇન્દ્રજીત ભાઈ પટેલ, દીપ ફાઉન્ડેશન દિનેશભાઈ, નીતિનભાઈ શાહ, રાજેશભાઈ પટેલ, રવિકિરણ સિરામિકસ કણજરી-સંજયભાઈ તથા જયરાજભાઇ શાહ કોકિલાબેન પટેલ, તેમજ ડોટર સ્ટેશન ના માલિકો, કણજરી ગામ ના આગેવાનો તેમજ ચરોતર ગેસ ના સ્ટાફ મિત્રો ની ઉપસ્થિતિ માં તેઓ નું શાલ ઓઢાવી તથા મોમેન્ટો આપી ને સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી પંકજભાઈ દેસાઈ એ ચરોતર ગેસ ના કોઈ પણ પ્રશ્નનો હોય તેને ઉકેલવા તેમજ સરકાર માં રજૂઆત કરવા માટે નું આશ્વાસન આપ્યું હતું. આ પ્રસંગે લક્ષ્મી પ્રોટીન્સ પ્રોડક્ટ ના ભાવેશભાઈ પટેલ, હર્ષદભાઈ મહેતા પ્રમુખ વિઠ્ઠલ ઉદ્યોગ નગર, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ કાંતિભાઈ ભૂવા, સેક્રેટરી હેમલભાઈ પટેલ, નીતિનભાઈ શાહ, રાજેશભાઈ શાહ નું મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવા માં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *