કોમર્સ કોલેજ, મોડાસામાં કોરોના રેપિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું

ધી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ.એસ.શાહ કોલેજ ઓફ કોમર્સ, મોડાસા સંલગ્ન એન.એસ.એસ. યુનિટ તથા તાલુકા હેલ્થ ઓફીસ, મોડાસાના સંયુક્ત ઉપક્રમે  તા.૦૮/૧૦/૨૦ ના રોજ કોલેજના કર્મચારીઓ માટે કોરોના રેપિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટ માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કેન્દ્ર (RBSK) ના ડૉ. જીજ્ઞેશ પટેલ તથા તેમની ટીમ હાજર રહી હતી. કેમ્પસ પરના કુલ ૩૧ કર્મચારીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તમામ ટેસ્ટ નેગેટીવ આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના આચાર્ય ડૉ.સુધીર જોષી સાહેબના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ.ઇલાબેન સગર તથા ડૉ.ગોપાલ વણકરે કર્યું હતું. કોલેજ દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમને મંડળના પ્રમુખશ્રી નવીનચંદ્ર મોદી સાહેબ તથા કોલેજના પ્રભારી મંત્રીશ્રી સુભાષભાઈ શાહે બિરદાવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *