માંડવી બીચ  પર ‘સીમાદર્શન નડાબેટ’ની ઝાંખીનું પ્રદર્શન

ભુજ

ગુજરાતમાં પ્રવાસનને વેગ મળે અને નાગરિકો મોટી સંખ્યામાં સીમાદર્શન સ્થળ નડાબેટની મુલાકાત લે માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કચ્છના માંડવી બીચ પર સીમાદર્શન નડાબેટની ઝાંખી બતાવવામાં આવી રહી છે. માંડવી બીચ ખાતે તારીખ 27મી મેથી 29મી મે, 2022 સુધી વિવિધ પ્રદર્શન સ્ટોલનું આયોજન કરાયું છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓને પર્યટક સ્થળોની જાણકારી મળી રહે તે માટે અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં ઉનાળું વેકેશનમાં પ્રવાસનને વેગ આપવા માટે આ પ્રદર્શનીનું આયોજન માંડવી બીચ ખાતે કરાયું છે અને જેની મુલાકાત મોટીસંખ્યામાં પ્રવાસીઓ લઈ રહ્યા છે તેમ ગુજરાત પ્રવાસન વિભાગ ભુજ, કચ્છની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *