કેશવ ક્રેડિટ કો.ઓ.સોસાયટી ભાયાવદર શાખા દ્વારા આત્મનિર્ભર યોજના હેઠળ ચેક અર્પણ, લાભાર્થીઓએ આભાર વક્ત કર્યો

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ આત્મનિર્ભર લોન યોજના અંતર્ગત કેશવ કો. ઓ. ક્રેડિટ સોસાયટી ભાયાવદર શાખા દ્વારા સભાસદોને એક ચેક શાખા સંયોજક અરવિંદભાઈ ગોહિલ સહ સહસંયોજક લાલજીભાઈ માકડિયા , તથા બ્રાન્ચ મેનેજર જતીનભાઈ ફળદુ ના હસ્તે અપૅણ કરાયો.
ગત મહિને ભાયાવદર શાખા દ્વારા ૩૦ ચેક આપવામાં આવ્યા હતા ત્યારે કોરોનાની મહામારીના લોકડાઉન દરમિયાન રોજી રોટી બંધ થતાં સામાન્ય લોકોના માથે આફત આભ તૂટી પડ્યો હતો આં સાથે રાજ્ય સરકાર ના આત્મનિર્ભર લોન પેકેજ સાથે ધંધાર્થીના વિકાસ માટે આં પગલે ભાયાવદર મા કેશવ ક્રેડીટ સોસાયટી દ્વારા ધંધા ને પુનઃ વેગવંતા કરવા સાથે જરૂરિયાત મંદોથી વ્યાપાર, ધંધો અને ઉદ્યોગોને આર્થિક પીઠબળ પૂરું પાડવા માટે આં પગલે અવિરત સેવા કરવામાં આવી રહી છે

(કમલમ દૈનિક, શિખા પટેલ)

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *