સેક્ટર-૨૫, સહકાર કોલોની ખાતે ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થા દ્વારા સ્વ-રક્ષણ અને સલામતી જાગૃતિનો સેમિનાર યોજાયો

રેક મહિલાઓ, દિકરીઓ અને ભાઈઓએ સેલ્ફ ડિફેન્સનાં પાઠ ભણી ગુનેગારોને પોતાની સાચી ઓળખ આપવાનો સમય હવે આવી ગયો છે ત્યારે સેક્ટર-૨૫, સહકાર કોલોની ખાતે ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન – મિલાપ ટાટારિઆ દ્વારા ત્રિદિવસીય સ્વ-રક્ષણ અને સલામતી જાગૃતિના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં અલગ-અલગ ટેકનીક્સ જેમકે, અસામાજિક તત્ત્વોમાં ફસાયા હોય તો કેવી રીતે છૂટવું તેમજ કંઈ વસ્તુઓનો ઉપયોગ કરી અને પોતાનું રક્ષણ કરવું એ વિશે મહિલાઓ, બાળકો અને દિકરીઓને કોચ અને સંસ્થાના સેક્રેટરી મિલાપ ટાટારિઆ દ્વારા જાણકારી અને માર્ગદર્શન આપી તેમને જાગૃત કરવામાં આવ્યા હતાં. આ સેમિનારમાં ગાંધીનગર મહાનગરપાલિકાનાં કોર્પોરેટર અંજનાબેન મહેતા, નેહાબેન ટાટારિઆ, ભીખાભાઈ ચૌધરી અને હસમુખભાઈ ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહી ભાગ લેનાર તાલીમાર્થીઓને એમના વરદહસ્તે સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં તથા ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થાનાં સેક્રેટરી મિલાપ ટાટારિઆએ જણાવ્યું હતું કે, તમારી સાહસ, હિમ્મત અને ચપળતા તમને સુરક્ષિત કરી શકે છે. સુરક્ષા માટે કોઈનાં પર નિર્ભર રહેવાની જરૂર નથી. આત્મ સુરક્ષા એ જ સાચી સુરક્ષા છે. તમે જ તમારી સુરક્ષા માટે ખડે પગે તૈયાર થઇ શકો છો. ઉઠો, જાગો અને સુરક્ષિત બનો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *