

રીપોર્ટ:- મનુભાઈ ખાંડેખા
માન.વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઇ મોદી જી ના માર્ગદર્શન તેમજ માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જીના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ચાલી રહેલ સરકારી યોજનાઓ વિશે લોકોને વધુ માહિતગાર કરવા માટે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહ અંતર્ગત આજે મોરબી ખાતે યુવા મોરચા ના કાર્યકર્તાઓ એ પ્લે-કાર્ડ દ્વારા પ્રદર્શન કર્યું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના મહામંત્રીશ્રી ડૉ.નરેશભાઈ દેસાઈ ,ભાજપ ના પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ, જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા યુવા મોરચા પ્રમુખ વિશાલ ભાઈ ઘોડાસરા,જિલ્લા યુવા મોરચા ના પ્રભારી શ્રી રામભાઇ ગઢવી અને જીલ્લા યુવા મોરચાના મહામંત્રી તપનભાઈ દવે, જયદીપભાઈ હુંબલ, રાજકોટ જિલ્લા ના પ્રભારી શ્રી મહાવીરસિંહ જાડેજા, રાકેશભાઈ કાવર , અશોકભાઈ દેસાઈ પ્રદેશ કારોબારી સભ્યશ્રીઓ તથા જીલ્લા ની મુખ્ય ટીમ ,મંડળના અધ્યક્ષ, મહામંત્રીશ્રીઓ તથા જીલ્લાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
