શંખેશ્વરમાં કચ્છના દાતા પરીવાર દ્વારા “એક કદમ સેવાકી ઓર” કાર્યક્રમ અંતર્ગત 258 દીકરા-દીકરીઓને દત્તક લીધેલ.

શંખેશ્વરના પ્રાંગણે જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ દ્વારા એક કદમ સેવાકી ઓર કાર્યક્રમ અંતર્ગત 258 દીકરા-દીકરીઓને શ્રીમતિ મધુબેન પ્રવીણભાઈ છેડ ગામ-કોડાય,હાલે-મુંબઇ,શ્રીમતિ કવિતાબેન કુલીનભાઈ દેઢિયા ગામ-કોડાય,હાલે-મુંબઇ, શ્રીમતિ રીનાબેન જીગરભાઈ શાહ,શ્રીમતિ કલ્પનાબેન ભરતભાઈ શાહ દ્વારા દત્તક લીધેલ.તે બદલ સન્માન સમારોહ યોજાયો.કાર્યક્રમના પ્રારંભમાં મહેમાનોનું સ્વાગત,દીપ પ્રાગટય,બેટી બચાવો બેટી પઢાવો નાટક,બાલિકાઓ દ્વારા નૃત્ય ગિત ત્યારબાદ ઉપસ્થિત રહેલા મહેમાનોનું જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ દ્વારા બહુમના કરવામાં આવેલ.આ પ્રસંગે કચ્છ કોડાયના જૈનમુનિશ્રી નયશેખર વિજયજી મ.સા તથા જૈનમુનિશ્રી શૌર્યશેખર વિજયજી મ.સા ની પ્રેરણાથી કચ્છના દાતા પરીવાર દ્વારા શિક્ષણ કાર્યમાં લાભ લીધેલ.આ પ્રસંગે પ્રવિણભાઇ છેડા તથા કવિતાબેન દેઢિયા દ્વારા કર્મ વીરાંગના જીજ્ઞાબેન શેઠને ટ્રોફી અર્પણ કરવામાં આવેલ.આ પ્રસંગે શ્રીમાન પ્રવીણભાઈ છેડા (ચેરમેન શ્રી SPM ગ્રુપ-મુંબઇ),શ્રીમાન કવિતાબેન કુલીનભાઈ દેઢિયા (ચેરમેનશ્રી કવિતા રીબન એન્ડ ટેક્સટાઇલ્સ મુંબઇ), શ્રીમતિ ભાનુમતીબેન વિ મકવાણા (પ્રમુખશ્રી જિલ્લા પંચાયત પાટણ),શ્રીમાન જીગરભાઈ શાહ (જે.જે પેન્ટ ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદ),શ્રીમતિ કલ્પનાબેન ભરતભાઈ શાહ (મુંબઇ), જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસના ડાયરેક્ટર,શ્રીમતિ જીજ્ઞાબેન શેઠ,શ્રી મનીષભાઈ શાહ,શ્રી ભરતભાઇ શેઠ,શ્રી વિજયભાઈ મકવાણા,શ્રી બકુલભાઈ કપાસિ,વિગેરે ઉપસ્થિત રહેલ.આવા કચ્છ ના દાતા પરિવારોએ એક સાચા અર્થમાં દીકરા-દીકરીઓને દત્તક લઈ એક જબરદસ્ત શિક્ષણ પ્રેમી બનીને શિક્ષણ નું કાર્ય કરેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *