પોરબંદર જિલ્લા બક્ષીપંચ મોરચો ખાટલા બેઠક નું આયોજન કરવામાં આવેલ

જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા પ્રદેશની સૂચના મુજબ અલગ અલગ 2 જગ્યાઓ પર ખાટલા બેઠક નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પ્રથમ બેઠક વોર્ડ નં 7, શીતલા ચોક, બ્રાન્ચ સ્કૂલ સામે રામ મંદિર ખાતે કરવામાં આવેલ હતી. તેમજ દ્વિતીય બેઠક વોર્ડ નં 9, વાધેશ્વરી પ્લોટ, વાધેશ્વરી માતાજી ના મંદિર પાસે કરવામાં આવેલ હતી. ઉપરોક્ત મિટિંગો માં પોરબંદરના વિકાસ પુરુષ શ્રી બાબુભાઇ બોખીરિયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ મોઢવાડીયા એ ખાસ હાજરી આપેલ હતી. માનનીય ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખીરિયાએ તેમજ જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સેવા એ જ મજબૂત સંગઠન નો પર્યાય છે તેમજ પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય રાજકીય અખાડો નથી પરંતુ સતત સેવાકીય કાર્યો ની ભૂમિ છે જિલ્લા ભાજપ કાર્યાલયે સામાન્ય જનતાની સરળતા અને સુવિધા માટે અવિરત સેવાકાર્યોની સતત સરવાણી વહેતી રહે છે. સાથે જ ખાટલા બેઠક મા હાજર લોકો ને કાર્યાલય ખાતે થતા સેવાકાર્યો ની માહિતી આપી અને ખાસ જણાવ્યું કે સામાન્ય જનતા સુધી ઉપરોક્ત કાર્યો ની માહિતી પહોંચાડી તેમને લાભાંવીત કરાવો જેથી જનતા ને યોજનાઓ નો લાભ મેળવવા માત્ર અલગ અલગ જગ્યાઓ પર ધક્કા ન ખાવા પડે તેમને સરળતા રહે. ઉપરોક્ત ખાટલા બેઠકોમાં પોરબંદર ના માનનીય ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ મોઢવાડીયા, પ્રદેશ બક્ષીપંચ મોરચા કારોબારી સભ્ય શ્રી પિન્ટુભાઈ ભાદ્રેચા, જિલ્લા મહામંત્રી શ્રી અશોકભાઈ મોઢા, શહેર પ્રમુખ શ્રી પંકજભાઈ મજીઠિયા, જિલ્લા યુવા મોરચા પ્રમુખ શ્રી લકીરાજસિંહ વાળા, શહેર બક્ષીપંચ મોરચા પ્રમુખ વોર્ડ નં 7 ના ઇન્ચાર્જ પ્રેમજીભાઈ પોસ્તરીયા, સુધરાઈ સભ્ય કિશોરભાઈ બરૂદિન, મિટેશભાઈ પોસ્તરીયા, વિકાસભાઈ જોશી, મિતાબેન વિકાસભાઈ જોશી, હિતેશભાઈ કારીયા, પ્રતાપભાઈ જુંગી, કેવલભાઈ ધકાણ, હસમુખભાઈ વાળા, હાર્દિકભાઈ પરમાર, હિતેશભાઈ જુંગી, નીતિનભાઈ રાઠોડ, રસિકભાઈ પરમાર, લલીતાબેન લોઢારી, હિતેશભાઈ ખોરાવા, યોગીભાઈ ગોહેલ, જગદીશભાઈ ભરાડા, ભાવેશભાઈ ભરાડા, તેમજ અન્ય કાર્યકર્તા હાજર રહેલ હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *