ચીખલીના ખુડવેલ ખાતે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને નવસારી નિરાલી હોસ્પિટલ ખાતે મોઢ મોદી સમાજના આગેવાનોને મળવાનો અમૂલ્ય અવસર મળ્યો

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

વિશ્વનેતા, ભારત ભાગ્ય વિધાતા એવા મોઢ મોદી સમાજની આન, બાન, અને શાન સમા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને, સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજ ના આગેવાનોને નવસારી નિરાલી હોસ્પિટલ ખાતે મળવાનો અમૂલ્ય અવસર મળ્યો હતો આ વેળા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી ને ગુજરાત મોઢ મોદી સમાજ આગેવાનોએ મોમેન્ટો આપી સન્માનીત કર્યા હતા અને ડાંગ જીલ્લાના રહેવાસી અને સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજ ના નવ નિયુક્ત ઉપપ્રમુખ ગીરીશભાઈ મોદી સહિત આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી ડાંગ જીલ્લાનો ચિતાર મેળવ્યો હતો આ શુભેચ્છા મુલાકાતના અમુલ્ય અવસરે ડાંગ જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી દશરથભાઇ પવાર, અને પૂર્વ પ્રમુખ વરિષ્ઠ કાર્યકર શ્રી ઘનશ્યામભાઈ પટેલ, પુનાથી મહેશકુમાર મોદી, ગીરીશ મોદી તથા પરિવારના ખુશ્બુબેન મોદી જેમિન મોદીએ આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *