માળીયા ( મી ) તાલુકાના ૧૦૫ કરોડના ખર્ચે અંદાજે ૨૦ કી.મી.ના ચાર રસ્તાઓ કામો મંજુર કરાવતાં રાજય મંત્રી બ્રિજેશ

મેરજા મોરબી – માળીયા ( મી ) વિસ્તારના જુદા જુદા ગામના રસ્તાઓ બાબતે સતત પ્રયાસો કરી રહેલા મોરબી – માળીયા ( મી ) ના ધારાસભ્ય અને શ્રમ , કૌશલ્ય વિકાસ , રોજગાર અને પંચાયત ( સ્વતંત્ર હવાલો ) , ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ માળીયા ( મી ) તાલુકાના ( ૧ ) વવાણીયાથી બગસરા ( ગ્રામ્ય માર્ગ ) , ( ૨ ) જાજાસરથી દેવગઢ ( ગ્રામ્ય નોન પ્લાન માર્ગ ) ( ૩ ) દેવગઢથી માળીયા ( મી ) ( ગ્રામ્ય નોન પ્લાન માર્ગ ) અને ( ૪ ) જાજાસરથી બગસરા કાર્ટટ્રેક રસ્તાના અંદાજે રૂ .૧૦૫ કરોડના ખર્ચે મંજુર કરાવવામાં સફળતા મળી છે . આમ , મોરબી માળીયા ( મી ) પંથકમાં નોન પ્લાન રસ્તા હોય કે રીસરફેશના રસ્તાના કામો હોય તથા ટુ લાઇન બનાવવાના કે ફોરલાઇન રસ્તાઓ બનાવવાના હોઇ , આવાં રસ્તાઓને સંદર્ભે ક્ષેત્રિય ઇજનેરો પાસેથી માહિતી મેળવીને , વર્તુળ કચેરીથી માંડી સચિવાલય સુધી આવા કામોના સતત ફોલોઅપ કરતાં રહીને સમયમર્યાદામાં આ કામો મંજુર થાય તે માટે બ્રિજેશ મેરજા સતત જહેમત ઉઠાવી રહયા છે . આવી જ મહેનતના ભાગરૂપે મંજુર કરાયેલ આ ચાર રસ્તાઓ બદલ રાજયના માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી પરત્વે આભારની લાગણી શ્રી બ્રિજેશ મેરજાએ વ્યકત કરી છે .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM