હારીજ તાલુકા થરોડ ગામ ની પ્રાથમિક શાળા માં શાળાના સ્થાપના દિન નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી

રીપોર્ટ- જીગર કોટક
તારીખ 11/6/ 2022 ના રોજ હારીજ તાલુકા ની થરોડ ગામ ની પ્રાથમિક શાળામાં પ્રાથમિક શાળાના સ્થાપના દિન નિમિત્તે શાળા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી શાળા નો સ્થાપના દિવસ 11/6/ 56છે આ કાર્યક્રમના ભાગરૂપે તે સમયના પ્રથમ બેચ અને બીજી બેચ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું તેમજ આ શાળામાં અભ્યાસ કરીને સરકારી નોકરીમાં લાગેલા દરેક કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું તેમજ શાળામાં અભ્યાસ કર્યો હોય અને રાજકીય ક્ષેત્રે જેમકે સરપંચ તાલુકા ડેલીકેટ તેમને રાજકીય અને સહકારી ક્ષેત્રમાં સેવા આપી હોય તેવા ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ગામલોકો તથા વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા આ પ્રસંગે સફળ બનાવવા માટે શાળાના આચાર્ય જીતુભાઈ પરમાર છાયાબેન ઠક્કર નિકુંજ ભાઈ પટેલ ભરતભાઈ પટેલ આનંદસિંહ વૈશાલીબેન ચૌધરી વિશાલભાઈ લક્ષમણભાઇ મધ્યાહન ભોજન સંચાલક જલાજી ઠાકોર પ્રવીણ જી ઠાકોર તથા હાલમાં સરપંચ કીર્તિજી ઠાકોર તથા અન્ય સેવાભાવી લોકોએ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે કાર્યક્રમના અંતે અલ્પાહાર ની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *