માનસિક તેમજ શારીરિક શાંતિ અને વિકાસ માટે આદિકાળથી યોગનું આગવું મહત્વ -ચંદુભાઇ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી

મોરબી જિલ્લા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષ સ્થાને યોજાયો

કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ

    વિશ્વ સ્તરે યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની સમાંતર મોરબી જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષ સ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.

    વર્ષ ૨૦૧૫ થી વડાપ્રધાનશ્રીના પ્રસ્તાવને મંજૂરી મળતા દર વર્ષે  ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ૮ માં આંતરરાષ્ટ્રીય  યોગ દિવસની ‘માનવતા માટે યોગ’ની થીમ  સાથે રાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, પોલીસના જવાનો, વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઉમંગભર ભાગ લઇ યોગમય બન્યા હતા.

    આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઇ શિહોરાએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિના આગવા અંગ એવા યોગને વડાપ્રધાનશ્રીએ વિશ્વ સમક્ષ મુક્યું અને વિશ્વએ તેને સ્વિકારી લીધું. આપણા જીવનમાં યોગનું વિશેષ મહત્વ રહેલું છે. નિયમિત યોગ કરવાથી માનવીની કાર્યક્ષમતામાં વધારો થાય છે. ઉપરાંત માનસિક તેમજ શારીરિક શાંતિ અને વિકાસમાં પણ યોગનું મહત્વનું યોગદાન છે. નાલંદા તેમજ તક્ષશિલા વિદ્યાપીઠના ઉદાહરણ ટાંકી તેમણે જણાવ્યુ હતું કે, તન-મનની તંદુરસ્તી માટે યોગનું આદીકાળથી ખૂબ મહત્વ રહ્યું છે. વધુમાં તેમણે સૌને યોગને જીવનનું અંગ બનાવી દરરોજ યોગ કરવા અપીલ કરી હતી

     પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં અંદાજે ૩૫૦૦ થી વધુ લોકોએ યોગાસન અને પ્રાણાયમ કરી યોગ દિવસની ઉજવણીનો ભાગ બન્યા હતા. ઉપરાંત જિલ્લામાં ૪૮૩ જેટલા મુખ્ય સ્થળોએ યોજાયેલા તથા શાળા-કોલેજ કક્ષાએ યોજાયેલા કાર્યક્રમો મળી અંદાજે ૧,૩૭,૦૦ થી વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા.

     આ પ્રસંગે સૌએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રીભુપેન્દ્રભાઇ પટેલના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

    આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલ, પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, નાયબ વન સંરક્ષકશ્રી ચીરાગ અમીન, નાયબ પોલીસ અધિક્ષકશ્રી અતુલ બંસલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.આઇ. પઠાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.એમ. કતીરા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એમ. સોલંકી, જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી દેવાંગ રાઠોડ, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી એસ.એમ. કાથડ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુલર્ભજીભાઇ દેથરિયા સહિત અગ્રણીઓ, ઔદ્યોગિક સાહસિકો, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ,યોગા ટ્રેનર્સ, શાળા-કોલેજના વિધાર્થીઓ તેમજ નગરજનો બહોળી સંસ્થામાં યોગ સાથે જોડાયા હતા.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM