શાળા પ્રવેશોત્સવની સાથે સાથે ધોરણ-૧ મા પ્રવેશ પામતા બાળકો ઉપરાંત ડાંગના ૧૨૫૫ બાળકોને આંગણવાડી કેન્દ્રોમા પ્રવેશ અપાશે :

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: ૨૩ : રાજય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ શરૂ થયેલા ‘શાળા પ્રવેશોત્સવ’ મા ધોરણ-૧ મા પ્રવેશપાત્ર બાળકના નામાંકન સાથે, જિલ્લાના ૧૨૫૫ જેટલા ભૂલકાઓને પણ, આંગણવાડી કેન્દ્રોમા પ્રવેશ અપાશે.
ICDS ના પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ભાવનાબેન જીડિયા તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર જિલ્લાની કુલ ૪૪૧ આંગણવાડીઓ ઉપર, ત્રણ વર્ષની વય પૂર્ણ કરનારા કુલ ૧૨૫૫ જેટલા ભૂલકાઓને પણ, પ્રવેશ આપવામા આવી રહ્યો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *