નગરપાલિકા વિસ્તારમાં આવેલી કુમાર શાળા નંબર 2 માં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી

રીપોર્ટ જીગર કોટક
હારીજ શહેર ખાતે રાજ્યમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત એક કાર્યક્રમ હારીજ ની કુમાર શાળા નંબર-2 ઉજવવામાં આવ્યો જે પ્રસંગે હારીજ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન તથા ઉપ-પ્રમુખ સંજયભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જળ એ જીવન એ વિષય પર વક્તવ્ય આપી પધારેલા વાલીઓ મહાનુભાવો તથા વિવિધ અધિકારીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે પ્રતીક ઈનામ પણ આપવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી આ પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM