વિસનગરની નૂતન હોસ્પિટલમાં 3 ઓપરેશન થિયેટરનું ઉદ્ઘાટન

કમલમ દૈનિક, વિસનગર.
નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર વિસનગર દ્વારા સંચાલિત નૂતન જરલ હોસ્પિટલમાં પ્રમુખ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીશ્રીઓના પ્રયત્નો થકી કોઈપણ પ્રકારની સર્જરીના ઓપરેશન માટે અદ્યતન સુવિધાઓથી સુસજ્જ જીવન બચાવવાના સાધનો ધરાવતા આધુનિક ત્રણ ઓપરેશન થિયેટરનું પ્રમુખશ્રી પ્રકાશભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આધુનિક ઓપરેશન થિયેટરમાં વેન્ટિલેટર, મલ્ટીપેરામોનિટર, સિરન્જ પંપ, પોર્ટેબલ એક્સ-રે અને ડબલ લાઈટિંગ જેવા દરેક પ્રકારના જીવન બચાવાના સાધનો સાથે સામાન્ય ઓપરેશન થિયેટરની તુલનામાં અને ઓ.ટી.માં બેક્ટેરિયાના ચેપથી શક્યતાઓ ખૂબ ઓછી છે. સ્થાનિક જનતાના લાભાર્થે, જરુરિયાતમંદ દર્દીઓ માટે નાની-મોટી સર્જરી અને ઓપરેશન માટે આ આધુનિક ઓ.ટી. શરૃ કરવામાં આવ્યા છે. તેમ સંસ્થાના પ્રમુખશ્રી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે ટ્રસ્ટી ડૉ.એલ.કે. પટેલ, અમૃતભાઈ પટેલ, રમણભાઈ પટેલ અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના તમામ ફેકલ્ટીના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *