રીલાયન્શ ફાઉન્ડેશન રાધનપુર દ્વારા ફુલપુરા ગામે સ્વ સહાય જુથના બહેનો માટે તાલીમ યોજાઇ

રીલાયન્શ ફાઉન્ડેશન રાધનપુર દ્વારા ફુલપુરા ગામે  સ્વ સહાય જુથના બહેનો માટે તાલીમ યોજાઇ તા. ૧૦ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ  રીલાયન્શ ફાઉન્ડેશન રાધનપુર દ્વારા સ્વ સહાય જુથના બહેનો   માટે મૂલ્યો આધારીત આગેવાની  અને આર્થિક સક્ષમતા પર  તાલીમ યોજાઇ.  આ તાલીમની શરૂઆત  પ્રાર્થનાથી કરી અને પરીચય લેવામા આવ્યો. ત્યાર બાદ  ગામના  આગેવાન  કોને કહેવાય અને આગેવાનના લક્ષણો કેવા હોય તેના પર જુથ ચર્ચા કરીને જુથ પ્રમાણે રજુઆત કરવામાં આવી બધા જુથોની રજૂઆત પરથી નીચે મુજબના તારણો નીકળ્યા હતા. ૧ આગેવાન પ્રામાણિક હોવો જોઇએ.૨. વહીવટ પારદર્શક તેવો આગેવાન હોવો જોઇએ .૩. નિષ્ઠાવાન હોવો જોઇએ. ૪. નાત-જાતનો ભેદભાવ ના રાખે ૫. મહિલોના હિતોની રક્ષા કરે ૬. સરકારી યોજનાનુ અમલીકરણ કરાવે. ૭. સંગઠન અને સહકારથી ગામનો વિકાસ કરે ૮. નિસ્વાર્થ ભાવે અને નિડરતાથી કામ કરે તેવો અન્યાય અને અત્યાચાર સામે લડી શકે વગેરે મુદ્દા પર સમજ મેળવી હતી. તાલીમમા ગ્રામ સ્તરે શરૂ કરી શકાય તેવા ગ્રુહ ઉધ્ધોગની ફ્લેક્ષ બેનરથી માહિતી આપી હતી.  આ તાલીમમા ફુલપુરા ગામના ૧૦  સ્વ સહાય જુથના ૪૦  બહેનોએ ભાગ લીધો હતો  તાલીમાર્થીઓએ  પોતાના મંડળનું  આયોજન કરી વિવિધ વિભાગો સાથે સંકલન કરીને સરકારી યોજનાનુ અમલીકરણ બાબતે આગેવાની લેશુ અને ગ્રામ સ્તરે લઘુ ઉધ્ધોગની શરૂઆત કરવાનુ નક્કી કરી  તાલીમની પૂર્ણાહુતી કરી હતી.

રિપોર્ટ  આનંદ ઠકકર ડીસા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM