રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે ભુજના પ્રાદેશિક સાયન્સ સેન્ટર તથા એસ.ટી બસપોર્ટના કામનું જાત નિરીક્ષણ કર્યું

પ્રાદેશિક સાયન્સ સેન્ટરમાં નિર્માણાધીન વિવિધ ગેલેરીની મુલાકાત લીધી

  ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે ભુજ ખાતે ભુજીયા ડુંગરમાં આકાર લઈ રહેલા પ્રાદેશિક સાયન્સ સેન્ટર તથા શહેરમાં નિર્માણાધીન એસ.ટી બસપોર્ટની મુલાકાત લઇને વિકાસ કામોની સમીક્ષા કરી હતી. આ તકે તેમણે બસપોર્ટનું કામ તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી હતી.

                રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે ભુજીયા ડુંગરની ગોદમાં આકાર લઈ રહેલા પ્રાદેશિક સાયન્સ સેન્ટરની મુલાકાત લઇને નિર્માણાધીન વિવિધ ગેલેરીનું નિરીક્ષણ કર્યું હતું તથા નાગરિકો અને બાળકોને આકર્ષિત કરનારી જુદી જુદી થીમ વિશે જાણકારી મેળવીને તે અંગે જરૂરી સૂચનો પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સાયન્સ સેન્ટરમાં વિજ્ઞાનને લગતી વિવિધ બાબતો, વૈજ્ઞાનિકો વિશેની માહિતી તેમજ ખગોળ વિજ્ઞાન, ઉર્જા, નેનો ટેકનોલોજી સહિતના વિષયો આધારીત વિવિધ ગેલેરીઓ ઉભી કરવામાં આવી રહી છે.

                આ મુલાકાતમાં તેમણે ભુજમાં આધુનિક સુવિધા સાથે નિર્માણાધીન એસ.ટી બસપોર્ટની મુલાકાત લઇને કચ્છવાસીઓને મળનારી સુવિધા વિશે પૃચ્છા કરીને વિગતો મેળવી હતી. આ તકે તેમણે બસપોર્ટનું કામ ત્વરીત પૂર્ણ કરવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

                આ તકે અધિક મુખ્ય સચિવ(મહેસુલ અને GSDMAના સીઇઓ) શ્રી કમલ દયાની, માર્ગ-મકાન વિભાગના સચિવ શ્રી એસ.બી.વસાવા, કલેકટર શ્રી પ્રવિણા ડી.કે, પશ્ચિમ કચ્છ એસ.પી શ્રી સૌરભ સિંઘ, અધિક નિવાસી કલેકટર શ્રી હનુંમતસિંહ જાડેજા, ભુજ પ્રાંત અધિકારી શ્રી અતિરાગ ચપલોત, નખત્રાણા પ્રાંત અધિકારી શ્રી મેહુલ બરાસરા, માર્ગ-મકાન કાર્યપાલક ઇજનેર શ્રી વી.એન.વાઘેલા, સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી રાજેન્દ્ર પટેલ , એસ.ટી વિભાગીય નિયામક શ્રી યોગેશ પટેલ તેમજ સંબંધિત કચેરીના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *