કચ્છ ના ગામે ગામ થી હજારો ની સંખ્યા માં ભુજ માં જગન્નાથજી ભવ્ય રથ યાત્રા નિહાળવા લોકો ઉમટ્યા…

જય રણછોડ ના નાદ થી ભુજ શહેર ગુંજી ઉઠ્યું

ભુજ
શ્રી નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ ભુજ ના ઉપલક્ષ્ય માં શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા છેલ્લા આઠ વર્ષ થી દર વર્ષે અષાઢીબીજ નાં દિવસે ભગવાન જગન્નાથજી ભવ્ય રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે, આજરોજ મધ્યે બપોરે ત્રણ વાગ્યા ના અરસામાં બંને રથો ને મંદિર થી પ્રસ્થાન થઈ હમીરસર સર્કલ મહાદેવ નાકા પાસે પહોંચ્યા હતા, ત્રીસ ફૂટ લાંબો અને બાવીસ ફૂટ લાંબા રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ની મૂર્તિઓ નું વિધિવત્ પૂજન કરી આ જગન્નાથજી ની ભવ્ય રથયાત્રા ને ભુજ મંદિર ના મહંત સ.દ.ગુરૂ પૂજય સ્વામી શ્રી. ધર્મનંદનદાસજી ના વરદ હસ્તે સ્ટાર્ટ આપવામાં આવ્યું હતું. ઉપમહંત સ.દ.ગુરૂ પૂજ્ય સ્વામી શ્રી ભગવદ્જીવનદાસજી, પાર્ષદ કોઠારી શ્રી જાદવજી ભગત, સ.દ.ગુરુ પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી, ભુજ મંદિર ના કોઠારી દેવપ્રકાસદાસજી આદિ વડીલ સંતો, ભુજ મંદિર ના મુખ્ય કોઠારી શ્રી. મુળજીભાઈ શિયાણી, ઉપકોઠારી શ્રી. જાદવજીભાઈ ગોરાસીયા, સલાહકાર સમિતિ ના શ્રી રામજીભાઈ વેકરીયા, ટ્રસ્ટી શશીકાંત ઠક્કર, વિગેરે મહાનુભવો આ પુજનવિધિ માં જોડાયા હતા..જ્યારે બાઈયું ના રથની પુજન વિધિ સા.યો. બાઈઓએ કરી હતી, મહાદેવ નાકા થી વાજતે ગાજતે નીકળેલી આ ભવ્ય રથયાત્રા શહેર ના જુદા જુદા વિસ્તારો માં સંતો હરીભકતો મહાનુભવો તથા શહેરીજનો એ ભગવાન ના બંન્ને રથો ને સમગ્ર ભુજ શહેરમાં ભમ્રણ કરાવી ૨થ ખેંચવાનો લાવો લીધેલ , જુદા જુદા વિસ્તારો માં આ જગન્નાથજી ના રથો ના પૂજનો કરવામાં આવ્યા હતા. આ પુજનો દરમ્યાન ભુજ મંદિર ના ઉપ મહંત ભગવદ્ જીવનદાસજી તેમજ કોઠારી દેવપ્રકાશદાસજી ના વરદહસ્તે ઉપસ્થિત મહેમાનો ને ખેસ દ્વારા સન્માન કરાયું હતું આ સન્માન અને પૂજન વિધિ માં પત્રકાર મિત્રો, માનવંતા મહેમાનો, લેવા પટેલ કન્યા વિદ્યાલય – કચ્છી લેવા પટેલ સમાજના ત્રણે પાંખના કાર્યકર્તાઓ, રાજકીય ક્ષેત્રે જોડાયેલા રાજકીય જનપ્રતિનિધીઓ પૂર્વ કચ્છી મંત્રી વાસણભાઇ, જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ ના નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, કચ્છ કુરિયન વલ્મજીભાઈ હુંબલ, તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ભંડેરી, જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી, કોંગ્રેસ ના રાજેન્દ્રસિંહ જાડેજા, કિશોરદાન ગઢવી, તથા રાજકીય પક્ષો ના જિલ્લા, શહેર તેમજ તાલુકા ના હોદેદારો, કન્યા વિદ્યા મંદિર ના મુખ્ય દંડક પ્રવીણભાઈ પિંડોરિયા, પટેલ સમાજ ના અગ્રણીઓમાં અરજણભાઈ પિંડોરિયા, રામજીભાઈ સેંઘાણી, મનજીભાઈ પિંડોરિયા વિગેરે મહાનુભાવો એ પૂજન માં લાભ લીધો હતો. આ રથ યાત્રા અંતિમ પડાવ ભુજ સ્વામીનારાયણ મંદિર પહોંચી ત્યારે મંદિર ના મહંત સ્વામી શ્રી ધર્મનદનદાસજી, યજમાન શ્રી, ધનજીભાઈ વેલજી ભૂડિયા પરીવાર ( સુખપર, હાલે ઈસ્ટ લંડન) દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું, જ્યારે રથ બનાવનાર માધાપર ગામના દરેક સેવાશ્રમ હરિભકતો વતી શ્રી અરજણ વેલજી ભૂડિયા ને સન્માનવામાં આવ્યા હતા. આ રથ યાત્રા ને સફળ બનાવવા મહોત્સવ સમિતિ ના સ્વામી શુકદેવસ્વરૂપદાસજી, દિવ્યસ્વરૂપદાસજી, નારાયણમુનીદાસજી, વિશ્વપ્રકાશદાસજી , તેમજ કચ્છ નરનારાયણ દેવ યુવક – મહિલા મંડળ જહેમત ઉઠાવી હતી , સમગ્ર કચ્છ માંથી ભગવાન શ્રી જગન્નાથજી ની આ ભવ્ય રથ યાત્રા અંજાર, માંડવી , રાપર મંદિરો માંથી સંતો તેમજ મંદિર સંચાલીત ગુરુકુળો માંથી વિદ્યાર્થીઓ તથા કન્યા વિદ્યાલય ની વિધાર્થિનીઓ, તેમજ સમગ્ર કચ્છ માંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *