ઓપન ટેક્વોન્ડો ચેમ્પિયનશીપમાં ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થાની ટીમનો ઉતૃષ્ટ દેખાવ

અમદાવાદ, કાંકરિયા ખાતે એચ.એ.ડબલ્યૂ.કે. ટેકવોન્ડો ટ્રેનિંગ સેન્ટર દ્વારા ઓપન ટેક્વોન્ડો ચેમ્પિયનશીપ ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સલ એક્સપ્લોરર ગ્રુપ અને ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થાનાં ૨૩ જેટલાં ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટીમમાં સૌથી વધુ વિજેતા થઇ ખેલાડીઓએ ગોલ્ડ મેડલ્સ પ્રાપ્ત કર્યા હતાં અને અન્ય ખેલાડીઓએ સિલ્વર તથા બ્રોઝ મેડલ મેળવ્યાં હતાં તથા અયોજકો દ્વારા કોચ લોકોને બેસ્ટ ટીમની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તેમજ સંસ્થાનાં કોચ મિલન કંસારા અને કોચ અજય જાડેજા દ્વારા સ્પર્ધાનાં ખેલાડીઓને સ્પર્ધાલક્ષી પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગ્રાન્ડમાસ્ટર કિમ યોંગ હો અને માસ્ટર કિમ જીહ્યુન વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં તથા સંસ્થાનાં મિલાપ ટાટારિઆ દ્વારા ટીમનું નેતૃત્વ પૂરું પાડવામાં આવ્યું હતું અને ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થાનાં ગ્રાન્ડમાસ્ટર પ્રકાશ સંભવાણી, ટેક્નિકલ ડિરેક્ટર જતીન દવે અને સેક્રેટરી મિલાપ ટાટારિઆએ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યાં હતાં તેમજ વર્ષનાં અંતે સંસ્થાનાં લગભગ ૧૦૦ થી પણ વધારે ખેલાડીઓ દ્વારા રાષ્ટ્રીય, રાજ્ય તેમજ જિલ્લા લેવલની ટેક્વોન્ડો રમત તેમજ અન્ય રમતોમાં ભાગ લઇ ખૂબજ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગુજરાત રાજ્યનું તેમજ ગાંધીનગર શહેરનું નામ રોશન કરેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *