











સંવેદનશીલ સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી માનવજીવન શૈલી હળવી બનાવી છે. સાંસદ શ્રીમતિ રમીલાબેન બારા
રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા/રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ચંદ્રાણા( ખીજડા ફળી ), દેલવાડા અને કોટડા( કોટડા ગઢી) ગામમાં સાંસદ શ્રીમતિ રમીલાબેન બારાની અધ્યક્ષતામાં વંદે ગુજરાત વિકાસયાત્રા યોજાઈ હતી. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસ કામોને લોકો સુધી પહોંચાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પોશીના તાલુકાની ચંદ્રાણા અને કોટડા જિલ્લા પંચાયત સીટ પર વંદે ગુજરાત વિકાસયાત્રા યોજાઈ હતી
પોશીના તાલુકાની વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન સાંસદ શ્રીમતિ રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે આજે આપણે સૌ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. વર્તમાન સમયમાં સંવેદનશીલ સરકાર છેવાડાના માનવીના કલ્યાણ માટે ચિંતિત રહી છે. સરકાર દ્વારા બાળકના જન્મથી લઇને મરણ સુધીની અનેકવિધ માનવ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવામાં આવી છે. આજે વિધવા પેન્શન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના,પી એમ. જે. વાય યોજના વગેરે યોજનાઓ થકી રાજ્યના માનવગણની જીવનશૈલી હળવી બનાવી છે. 108 એમ્બયુલન્સ સેવા આશીર્વાદરૂપ સાબિત થઇ છે. પશુઓના ઈલાજ માટે 1962 ફરતુ પશુ દવાખાના થકી ઘર આંગણે પશુની સારવાર મળી રહે છે. આજે સેવાસેતુ કાર્યક્રમના માધ્યમ થકી ઘર આંગણે સેવાઓ મળી રહી છે. સંવેદનશીલ સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી માનવજીવન શૈલીને હળવી બનાવી છે.
પોશીના તાલુકાની વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન 150 થી વધુ લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો.વિકાસયાત્રા દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી નિમિતે શાળા કક્ષાએ યોજાયેલ ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પોશીના તાલુકાની વંદે ગુજરાત વિકાસયાત્રામાં આદિજાતિ મોરચા જિલ્લા પ્રમુખ શ્રી લુકેશભાઈ ગમાર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી આનંદીબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ચીમનભાઈ, પ્રોજેક્ટ અધિકારી શ્રી જે.જે.નિનામા, પોશીના તાલુકા વિકાસ અધિકારશ્રી નરેશભાઈ, મામલતદાર શ્રી અરુણભાઈ ગઢવી, તાલુકા હેલ્થ ઓફિસર બી. એસ. ગઢવી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આર. આર. પટેલ, આગેવાન શ્રી રૂમાલભાઈ તથા મોટી સંખ્યામાં લાભાર્થી અને આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

