










ભુજ,
નખત્રાણા તાલુકાના વિથોણ ગામ ખાતે વંદે ગુજરાત વિકાસ રથનુ આગમન વંદે ગુજરાત ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ આઝાદીના ૭૫ વર્ષ આઝાદીનો અમૃત મહોત્સવ હેઠળ ઉજવાઇ રહેલા વંદે ગુજરાત કાર્યક્રમ દ્વારા રાજય સરકાર લોકો વચ્ચે જઇને લોકોની જરૂરિયાત સમજીને લોકોને સહાય પુરી પાડવા માટે હંમેશા તત્પર રહી છે એમ અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
આજરોજ વંદે ગુજરાત કાર્યક્રમ હેઠળ નખત્રાણા તાલુકાના વીથોણ ગામે રૂ.૨.૩૨ કરોડના ૬૮ વિકાસકામો, અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા વરદ હસ્તે પ્રજાર્પણ કરાયાં હતાં.
૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ વંદે ગુજરાત વિકાસ યાત્રાના બીજા દિવસે આજરોજ ગ્રામજનો દ્વારા વિકાસ રથનું ઉત્સાહભેર સામૈયું કરાયું હતું. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિતોએ વંદે ગુજરાત રથમાં ગુજરાત ગૌરવ અને રાજયના વિકાસકામોની ટુંકી ફિલ્મો નિહાળી હતી
આ તકે ધારાસભ્યશ્રીએ અને મંચસ્થ મહાનુભાવોએ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ, પીજીવીસીએલની ઝુપડપટ્ટી વીજ જોડાણ અને ખેતીવાડી વીજ કનેકશન, પશુસહાય અને વિવિધ યોજનાની સહાય અને ચેક વિતરણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્યશ્રી જયાબેન બી ચોપડા, નખત્રાણા તાલુકા પચાયત પ્રમુખશ્રી જયસુખભાઇ પટેલ, તલાટીશ્રી પી.એન.રાવલ, વીથોણ સરપંચશ્રી બચુભાઇ પટેલ, તેમજ ગામના અગ્રણી તેમજ પ્રજાજનો ઉપસ્થિત રહયા હતા.