




ભારત સરકારના નહેરુ યુવા કેન્દ્ર અને રેડક્રોસ સોસાયટી ભુજના સંયુક્ત ઉપક્રમે આજ રોજ નવજીવન જ્યોત હોસ્પિટલ ભુજ ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લા યુવા અધિકારીશ્રી રચનાબેન વર્મા, આર્મી વેલ્ફ ઓફિસરશ્રી ભરતસિંહ ચાવડા, નહેરુ યુવા કેન્દ્રના એપીએ ગોસાઈ નરેન્દ્રપુરી અને સામાજિક સેવા કાર્યકર્તા જબરદાન ગઢવી, શ્રી અજીતભાઈ મહેશ્વરી અને વિદ્યુત નિરીક્ષકના અધિકારીશ્રી યોગેશભાઈ કુંડાળિયા અને એમ.આઇ. બાયડે ડો. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મ જયંતી નિમિત્તે તેમના ફોટોને પુષ્પાંજલિ આપી હતી આ પ્રસંગે સહુને શુભેચ્છા પાઠવી ડો. શ્યામાપ્રસાદ મુખરજીના જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી રચના વર્માની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે
