ઇન્ડિયન એનિમલ હેલ્થ સમિટ ૨૦૨૨માં અમૂલ ડેરી, આણંદને મળેલ ઍવોર્ડ

રિપોર્ટ : બીના પટેલ

ઇન્ડિયન એનિમલ હેલ્થ સમિટ ઍવોર્ડ ૨૦૨૨ ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને ઇન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર દ્વારા આયોજીત સમિટમાં ભારતભરમાંથી વિવિધ રાજ્યના એનિમલ હેલ્થ સેક્ટરના ડિરેક્ટર, આઇ.સી.એ.આરના વૈજ્ઞાનિકો અને ભારત સરકારના નીતિ આયોજકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં અમૂલ ડેરી તરફથી મેનેજિંગ ડિરેક્ટર શ્રી અમિત વ્યાસ, આરડા પ્રોજેકટ તેમજ સેલ્સ એન્ડ માર્કેટિંગના હેડ ડૉ.ગોપાલ શુક્લા અને તેમની ટીમ હાજર રહ્યા હતા.
ઇન્ડિયન એનિમલ હેલ્થ સમિટનું ઉદ્ઘાટન માનનીય કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા (મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી – ભારત સરકાર) દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમણે જણાવ્યુ કે દૂધાળા પશુઓ અને માછલીઓનું આરોગ્યનું દેશની ઈકોનોમીમાં અને જીડીપીમાં પણ ઘણું મોટું યોગદાન છે જે માટે દેશમાં સર્વ પ્રથમ આ પ્રકારની સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારત સરકારના નીતિ આયોજકો, સ્ટેટ ગવઁમેન્ટ અને ઈન્ડસ્ટ્રીસના લીડરોએ ભાગ લીધો હતો.
આ સમિટમાં વિવિધ પેનલ દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં અમૂલ ડેરી દ્વારા ઈનોવેશન એન્ડ ટેક્નોલૉજી પહેલમાં અમૂલ દ્વારા અપનાવેલ વિવિધ ટેક્નોલૉજીનો વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અમૂલ ડેરી દ્વારા શરૂ કરવામાં આવેલ હોમિયોપેથિક, આયુર્વેદિક મેડિસિન, સેક્સ સિમેન, ભ્રૂણ પ્રત્યારોપણ અને ડિજીટલ આઈડેન્ટીફીકેશન સિસ્ટમની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેનો સર્વે ઉમદા પૂર્વક રસ લીધો હતો. આ બે- દિવસની સમિટમાં પશુઓના આરોગ્ય વિષેની સઘળી માહિતી પર ભારત સરકારના નીતિ આયોજકો, સ્ટેટ ગવઁમેન્ટ અને ઈન્ડસ્ટ્રીસના લીડરો તેમજ ભારતભરમાંથી વિવિધ રાજ્યના એનિમલ હેલ્થ સેક્ટરના ડિરેક્ટર, આઇ.સી.એ.આરના વૈજ્ઞાનિકો અને ભારત સરકારના નીતિ આયોજકો, અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અમિત વ્યાસ, આરડા પ્રોજેકટ તેમજ સેલ્સ એન્ડ માર્કેટિંગના હેડ ડૉ.ગોપાલ શુક્લા અને તેમની ટીમ દ્વારા ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી હતી. અને તેને એક વિશ્વપટલ ઉપર ગ્લોબલ પાવર બનાવવાનો રોડમેપ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
બે દિવસના અંતે સમિટનું સમાપન ગુજરાતના રાજ્યપાલ માનનીય શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવ્યું હતું અને વિવિધ ઈન્ડસ્ટ્રીસ, અન્ય સંસ્થાઓ તેમજ ગવઁમેન્ટ સંસ્થાઓને ઍવોર્ડ આપવામાં આવ્યા, જેમાં અમૂલ ડેરી, આણંદને શ્રેષ્ઠ કેટલ ફીડ અને કેટલ ફીડ સપ્લીમેન્ટ માટે ઍવોર્ડ આપવામાં આવ્યો હતો જેને અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અમિત વ્યાસ સાહેબ દ્વારા સ્વીકૃત કરવામાં આવ્યો હતો જે અમૂલ ડેરી, આણંદ માટે ગૌરવની બાબત છે.
ધુમાં અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અમિત વ્યાસ સાહેબ પેનલ ડિસ્કશનમાં જણાવ્યુ કે એનિમલ હેલ્થ અને રીપ્રોડૂકટિવિટી માટે ડેટા રેકોર્ડિંગ અગત્યનું છે જેની શરૂઆત અમૂલ ડેરી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કરી દેવામાં આવી છે અને જેના ઉપયોગથી દૂધ ઉત્પાદકોને ઘણો લાભ પણ થયેલ છે.
આ સમિટમાં અમૂલ ડેરી દ્વારા એક સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો જેમાં અમૂલ દ્વારા ઉત્પાદિત હોમિયોપેથિક, આયુર્વેદિક મેડિસિન, ઓર્ગેનિક ફર્ટિલાઈઝર, સેક્સ સિમેન, ભ્રૂણ પ્રત્યારોપણ અને ડિજીટલ આઈડેન્ટીફીકેશન સિસ્ટમ વિષે માહિતગાર કરી તેના ફાયદા પણ સમજાવ્યામાં આવ્યા હતા. જેમાં સમિટમાં ભાગ લીધેલ સર્વોએ રસ લીધો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM