અખિલ ભારતીય ક્ષત્રિય મંચ‌, દિલ્હી ગુજરાત પ્રદેશની વિસ્તૃત કારોબારીની ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ

ખિલ ભારતીય ક્ષત્રિય મંચ‌ દિલ્હી ગુજરાત પ્રદેશની વિસ્તૃત કારોબારીની બેઠક આજ રોજ રાજપૂત ભવન સેક્ટર 12 ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ બહાદુરસિંહ દાદુ સિંહ વાઘેલાના પ્રમુખ સ્થાને યોજાઇ હતી જેમા મુખ્ય મહેમાન પદે ડૉ.શંકરસિંહ રાણા મધુર ડેરી ચેરમેન ગાંધીનગર રહ્યા હતા જ્યારે આમંત્રિત મહેમાનોમાં કાળુસિંહ ગમાનસિહ રાઠોડ (વરિષ્ઠ રાષ્ટ્રીય સંયોજક અખિલ ભારતીય ક્ષત્રિય મંચ‌ દિલ્હી ) તથા ચંદ્રસિંહ ગુલાબસિંહ ઝાલા (મંત્રી અખિલ ભારતીય ક્ષત્રિય મંચ‌ દિલ્હી), રાજપૂત સમાજ ભવનના પ્રમુખ વિક્રમસિંહ ગોલ,મહાકાલ સેના ગાંધીનગરના પ્રમુખ ક્રિપાલ સિંહ ચાવડા, સંજયસિંહ, વગેરે રહ્યા હતા બેઠકની શરૂઆત દિપ પ્રાગટ્ય અને પ્રાર્થના કરી ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ કનુભાઈ ‌ત્રિવેદી દ્વારા પ્રમુખ, મહામંત્રી તથા મુખ્ય મહેમાન સહિત આમંત્રિત મહેમાનોને કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપરોક્ત તમામ સ્ટેજ ઉપર બિરાજમાન તમામનું સાફો બાંધી ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી ભારતીય ક્ષત્રિય સમાજના રીત રિવાજ મુજબ ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ગત મિટિંગની કાર્યવાહી વંચાણે લઈ રજૂ કરવા અંગે તથા નવા વર્ષ માટે ગુજરાત પ્રદેશના નવા હોદ્દેદારો અને કારોબારીની રચના કરવા અંગે તથા ગુજરાત પ્રદેશના જિલ્લા-તાલુકાના‌ હોદેદારોની ચર્ચા કરી વરણી કરવામાં આવી હતી તથા આ તમામ એજન્ડા પ્રમુખ સ્થાનેથી રજૂ કરવામાં આવ્યા હતાં આ બેઠકમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પધારેલા સર્વે ક્ષત્રિય સમાજના આગેવાનોનુ ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મુખ્ય મહેમાન સહિત આમંત્રિત મહેમાનો અને પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા અને મહામંત્રી પ્રવિણસિંહ સરદાર સિંહ રાઠોડ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના સ્ટેજ ઉપર બિરાજમાન તમામે સમાજમાં શિક્ષણનું સ્તર વધારવા અને કુરિવાજો અને વ્યસનોથી દૂર રહેવા ઉપસ્થિત તમામ લોકોને અનુરોધ કર્યો હતો વધુમાં ઉલ્લેખનીય છે કે બેઠક અગાઉ એક દિવસ પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાની સાથે બહાદુરસિંહ વાઘેલાએ આમંત્રણ પત્રિકા સાથે મુલાકાત લીધી હતી ત્યારબાદ મધુર ડેરી ચેરમેન ગાંધીનગરના ડૉ.શંકરસિહ રાણાને આમંત્રણ પત્રિકા સાથે મુલાકાત લીધી હતી ત્યારબાદ મહાકાલ સેનાના પ્રમુખ ક્રિપાલ સિંહ ચાવડા અને સંજયસિંહને આમંત્રણ પત્રિકા આપતા તેમના દ્વારા બહાદુરસિંહ વાઘેલાનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *