પ્રાચીન અને અર્વાચીન સમય હવે સાવ નિર્લેપ;હોય ભાષા અને ધર્મ ભલે જુજવાં માનવ કેરાં ;હોયને ભલે જુદાં જુદાં સાવ પહેરવેશ;સાવ નિરાળી અને અલબેલી આ વેળા વિસરાતી જ જશે, જો કોઈ નહીં પહેરે હવે પ્રાચીનતાનો ખેસ.
– – “પાંધી સર”
આમ તો હવે સમગ્ર વિશ્ર્વમાં યોગનું મહત્ત્વ સમજાયું છે. યોગ મન અને શરીર બંનેને તંદુરસ્તી બક્ષે છે. એમાં પણ સારાં અને તંદુરસ્ત વિચારધારા ધરાવતાં પુસ્તકો પણ મનને એક નવી દિશા આપતાં હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત યોગ બોર્ડ દ્વારા સંચાલિત મહિલાઓ માટેના અહીં સાવરકુંડલા શહેરનાં કબીર ટેકરી ખાતે સરકારી ગાઈડલાઈનનાં ધ્યાનમાં રાખીને મહિલાઓ માટે ચાલતાં યોગનાં વર્ગમાં હિરેનભાઈ ડાભી* દ્વારા તમામ યોગ સાધકોને સાધના સાપ્તાહિક અને અન્ય જીવનોપયોગી પુસ્તકોનું વિતરણ કરવામાં આવેલ. આ અંતર્ગત આ પુસ્તક વિતરણ કાર્યક્રમમાં કબીર ટેકરી આશ્રમનાં મહંત શ્રી નારાયણદાસ સાહેબ* દ્વારા પુસ્તકોની ઉપયોગિતા અંગે ખૂબ જ માર્મિક અને હ્રદયસ્પર્શી પ્રવચન આપેલ અને સાંપ્રત સમયમાં મનુષ્ય જીવનમાં યોગનું મહત્ત્વ અને ઉપયોગિતા વિશે પણ ખૂબ ઊંડી સમજ આપી હતી. આ માટે તન અને મનની સ્વાસ્થ્ય સુરક્ષા માટે લોકોએ પરિવાર સાથે રહીને ઘરે પણ વ્હેલી સવારે અને સાંજે નિયમિત યોગ કરવો જોઈએ તેવું જણાવ્યું હતું. જેના કારણે પરિવારમાં એકતા જળવાઈ રહે. એવી માર્મિક ટકોર પણ કરી હતી. અત્રે આ કાર્યક્રમમાં ઉપસ્થિત નૂતન કેળવણી મંડળનાં ઉપપ્રમુખ મુકુંદભાઈ નાગ્રેચાએ પણ યોગ અને સારાં પુસ્તકોનાં વાંચન અંગે મનનીય પ્રવચન કર્યું હતું* અને જીવન ઘડતરમાં યોગ સાથે સારાં પુસ્તકોનું વાંચન પણ જીવનની સકારાત્મક ઉર્જાને બળવતર બનાવે છે અને જીવન માટે જીવન જીવવાની એક અનોખી દ્રષ્ટિ પ્રદાન કરે છે. આ યોગક્લાસનું સંચાલન બીનાબેન દીપેશભાઈ જોષી કરી રહ્યા છે. આમ આ યોગ ક્લાસની પ્રવૃત્તિ મહિલા ઉત્કર્ષ અને મહિલા શસ્ત્રીકરણનાં અભિગમને પ્રેરકબળ પણ પૂરૂં પાડે છે. આમ “કરો યોગ અને રહો નિરોગનાં” સૂત્રને સાર્થક કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે. અને સારાં પુસ્તકો એ સમગ્ર માનવજાતના અમૃત સમાં શ્રેષ્ઠ મિત્રો છે જેનું મનન અને વાંચન માનવીનું આત્મબળ પણ મજબૂત કરે છે એવો સંદેશો પણ જગતમાં ગુંજતો કરવાનો પ્રયાસ કરતાં નજરે પડે છે.






