અમદાવાદ નવરંગપુરા મધ્યે તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્ર વીર દાદા નો હવન યોજોયો.

અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ રોડે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા ની છત્રછાયા માં રવિપુષ્પ નક્ષત્રના શુભયોગમાં જંગમરત્ન તીર્થ પ્રેરક,પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા અને પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા આદિ ની નિશ્રામાં તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્ર વીર દાદા નો હવન યોજોયો.આ હવનમાં 108 મંત્રો સાથે આહુતિ આપવામાં આવેલ.જેમાં ચંદન-સુખડ ના લાકડા,ઘી વિગેરે ની આહુતિ આપવામાં આવેલ.આહુતિ બાદ મોટીશાંતિ નો પાઠ કરવામાં આવેલ.ત્યારબાદ આરતી વિગેરે થયેલ.આ માણિભદ્રવીર દાદા નું પૂજન હવન નો લાભ શ્રીમતિ મનીષાબેન પંકજભાઈ શાહ હસ્તે.કેયુર પંકજભાઈ શાહ પરિવારે લાભ લીધેલ.આ પ્રસંગે ગુરૂ ભક્તોને શ્રી માણિભદ્ર વીર દાદા ની રક્ષા પોટલી બાંધી આશીર્વાદ આપવામાં આપેલ.આ પ્રસંગે મુનિ નયશેખર વિજયજી મ.સા એ જણાવેલ કે મણિભદ્ર વીર દાદા ના 3 તીર્થ સ્થાનો છે.માણિભદ્ર વીર દાદા નું મહિમા આજે દરેક વ્યક્તિ પોતાના કાર્યની સફળતા માટે દેવ-દેવીઓ માં માણિભદ્ર દાદાની આરાધના જાપ ધ્યાન વગેરે કરે છે અને તાત્કાલિક તેની ફળસૃષ્ટિ મળે છે. માણિભદ્ર વીર દાદા નું મગરવાડા માં પિંડ પૂજાય,આગલોડ માં ધડ અને ઉજ્જૈન માં મસ્તક પૂજાય છે.શ્રી માણિભદ્ર વીર દાદા નો વાર ગુરૂવાર અને રવિવાર મુખ્ય વારો છે.આ માણિભદ્ર વીર દાદા હાજરા હાજૂર અને પ્રત્યક્ષ છે.આ પ્રસંગે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા,શ્રીમાન યોગેશભાઈ ગઢવી,સ્ટેડિયમ ના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ શાહે,શ્રી પંકજભાઈ શાહ વિગેરે ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *