

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ અને સમર્પણ ગ્રુપની સંગાથે અમારા કાર્યકર્તા,કમિટી મેમ્બર,ટ્રસ્ટી શ્રી મનોજ ભાઈ ટીપ ટોપ થાણા,ધનેશ ભાઈ,નીતાબેન ગાલા,સમર્પણ ગ્રુપ દાદર,નવીન ગાલા,હિમાંશુ ભાઈ,રવિભાઈ,સાગર સાવલા ને સાથે લઈ ને જયારે ત્યાં પહોંચ્યા ને ત્યાં બકરીઓનો બૅ બૅ આવાઝ સાંભળ્યો છે આપણે પણ આ મંડી માં એ અબોલ જીવો રીતસર રડતાં હોય એવી કરુણ ચીચીયારી અમે બધાએ સાંભળી.જયારે જીવોને છોડાવ્યા અને એમને પાંજરાપોળ માં લઈ જવા માટે જયારે ટ્રક માં ચડાવ્યા અને ટ્રક માં એ ચડેલા જીવો શાંતિ નો અનુભવ કરતા હોય એ સુખદ અનુભવ પણ માણ્યો. ને એ જીવો જ્યારે સુરત પાંજરાપોળ માં પહોંચી ને જે નિર્ભય રીતે ફરતા હતા તે જોઈ ખૂબ આનંદ થયો ને આ બધા જીવ આપ સર્વે દાતા પરિવાર ને કાર્યકર્તા ને ખૂબ દિલ થી દુવા કરશે કે આપ સર્વે જીવદયા પ્રેમી ને દેવ ગુરુ કૃપા થી એમને અભયદાન અને રહેવા માટે પાંજરાપોળ મળીને ત્યારબાદ તા.10 જુલાઈ ના લગભગ 90 જીવો ને દેવનાર કતલ ખાના મુંબઇ થી છોડવી સંગમનેર નાસિક પાંજરાપોળ માં મોકલ્યો આ બધા કાર્ય માં જયેશ ભાઈ જરીવાળા એ ખૂબ સરસ માર્ગદર્શન કર્યું ને બધા જીવો ને અભયદાન મળ્યા અતીયાર સુધી 900 જીવોને અભયદાન આપવામાં સફળતા મળી છે.અને હજુ પણ વધારે ને વધારે જીવોને અભયદાન મળે તેના પ્રયાસો ચાલુ છે. સુરત મંડીના ફોટાઓ આપ જોઈ શકો છો આપે સર્વે દાતા ઓ એ લખાવ્યા મુજબ આપના જીવ ને અભયદાન અપાવ્યું છે અને સુરત પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે.આપ સર્વે ની ખૂબ ખૂબ અનુમોદના અને આપ વધુને વધુ જૈન શાસનના પ્રભુ એ કીધેલા કાર્યમાં આગળ વધજો એજ શુભેચ્છા.આ કાર્ય માં જેજેસિ મુલુન્ડ સંગીની ફોરમ મુલુન્ડ એનેક નામી અનામી દાતા ઓએ લાભ લીધો તે બધા ને ધન્યવાદ.

