પાલનપુર નગરે પંડીતવર્ય શુભમભાઈ કટારિયાને “સુવિશુધ્ધ વિધિકારક” પદવી અર્પણ કરાઈ.

પાલનપુર નગરે શ્રી તપાગચ્છા જૈન ઉપાશ્રયના પ્રાંગણે તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન માનવતાના મસીહા પ.પૂ. આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 9મી પૂણ્યતિથિ પ્રસંગે જીન શાસનમાં પરમાત્માના અનેકવિધ વિધાનો બતાવવામાં આવ્યા છે,પ્રભુની અલગ અલગ પ્રકારે ભક્તિ કરવાના ઉપાયો બતાવવામાં આવે છે તથા સમ્યગ્ દ્રષ્ટિ દેવી દેવતાઓના પૂજન હવન આદિ વિશિષ્ટ અનુષ્ઠાનો બતાવ્યા છે.જેના દ્વારા પરમાત્માની ભક્તિ કરી કર્મની નિર્જરા કરી આત્માનું કલ્યાણ સાધી શકે એવા સર્વે પ્રકારના પૂજા પૂજન અનુષ્ઠાન આદિ સુંદર સુવિશુધ્ધ વિધિવત અનુષ્ઠાનો કરાવે છે.અવર નવર શુભમભાઈ દ્વારા વિધિ વિધાન કરાવડાવ્યા.તે પછી તેમના શુદ્ધતા પૂર્વકના વિધિ વિધાન જોઈને માનવતાના મસીહા પ.પૂ. આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 9મી પૂણ્યતિથિ તથા પૂજ્ય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા. પૂજ્ય મુનિરાજશ્રી શૌર્યશેખર વિજયજી મ.સા.ના ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે પાલનપુર નગરે શ્રી તપાગચ્છ જૈન સંઘના આંગણે ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં પૂજ્ય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા.,પૂજ્ય મુનિરાજશ્રી શૌર્યશેખર વિજયજી મ.સા.ના વરદ્ હસ્તે “પંડિતવર્ય શ્રી શુભમભાઈ કટારીયા (થરાવાળા)” ને સુવિશુધ્ધ વિધિકારક પદવી અર્પણ કરવામાં આવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *