
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીના ભાગ સ્વરૂપે શ્રી મ લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત સર પી ટી સાયન્સ કોલેજ મોડાસા, કોલેજ કેમ્પસના SSIP Shodh Incubation centre ના વિધાર્થીઓ તથા માર્ગદર્શક પ્રો ગિરીશ વેકરિયાની ટીમે નેનો સેટેલાઇટ ડીઝાઈન હરીફાઈ માં નોંધણી કરાવી છે. ડીઝાઈનીંગ પ્રોટોટાઇપ સહિત સર ટી સાયન્સના સેન્ટર પર વિધાર્થીઓ દ્વારા નિર્મિત સેટેલાઇટની યુ આર રાવ સેટેલાઈટ સેન્ટર, બેંગલૂરૂ દરખાસ્ત મોકલાશે. વિધાર્થીઓ નિર્મિત પસંદગીના સેટેલાઈટ જુન ૨૦૨૩ માં ઇસરો ભારત સરકાર લોન્ચ કરવાની સહાય કરશે. આ હરિફાઈની તૈયારી રૂપે નેનો સેટેલાઇટ ડીઝાઈનીંગ પરનો સેમિનાર યોજાયો હતો. પ્રો અતુલ મકવાણા, એશિયન ઈન્સ્ટીટ્યુટ ટેકનોલોજી વડાલી એ ખુબજ છણાવટ પુર્વક ડીઝાઇનિંગના વિવિધ પાસાઓની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂઆત કરી હતી. પ્રા વેકરિયાએ પ્રો યુ આર રાવ સાથેના મુલાકાતનાં સંસ્મરણોની યાદ અપાવી સ્વદેશી ટેકનોલોજી થી યુવાઓને દેશ માટે કાર્ય કરવા જણાવ્યું હતું. ભારતના અવકાશ સંશોધન પ્રકલ્પોની માહીતી આપી હતી. ડો સંજયભાઈ વેદિયા સાહેબે મહેમાનોને આવકારેલ હતાં
પ્રિન્સીપાલ ડો કે પી પટેલના માર્ગદર્શનથી સેમિનારના સફળ આયોજન બદલ કેળવણી મંડળના પ્રમુખ
શ્રી નવીનચંદ્ર મોદી, ઉપ પ્રમુખ શ્રી સુભાષભાઈ શાહે કોલેજ ટીમને અભિનંદન આપેલ હતાં.

