


માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનથી રાજ્યની સમગ્ર શાળાઓમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના પ્રેરણાથી શાળા સ્થાપના દિવસને શાળા જન્મદિવસ તરીકે ઉજવવાનું નક્કી થયેલ છે. જે સંદર્ભે તારીખ 21/ 7 /22 ના રોજ અત્રેની સરકારી માધ્યમિક શાળા, ભવાનદગડ, તા.આહવા, જીલ્લા ડાંગ ખાતે શાળાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. આજ રોજ શાળાના આચાર્ય શ્રીમતી ભાવિનીબેન તથા શાળા સ્ટાફ, એસએમડીસી સભ્યો અને વિદ્યાર્થીઓના સંયુક્ત આયોજનથી શાળાનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લાશિક્ષણાધિકારીશ્રી એમ. બી. ભુસારા, જિલ્લા શિક્ષણ નિરીક્ષક વી.ડી. દેશમુખ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્ર ઠાકરે, ગામના સરપંચશ્રીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. શાળાના જન્મદિવસની ઉજવણી કેક કાપીને મીઠું મોં કરીને ઉપસ્થિત તમામ અધિકારીઓએ શુભકામના પાઠવી હતી અને શાળા ખુબ પ્રગતિ કરે તે માટે પ્રેરક માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે ઉપસ્થિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાનો સહયોગ આપ્યો હતો. ગામના સરપંચશ્રીએ શાળાના સ્ટાફની આ ઉત્તમ પ્રવૃતિ બદલ ખુબ સારાહાના કરી હતી. અને શાળા સ્ટાફના શિક્ષણ પ્રત્યેના અભિગમને બિરદાવ્યો હતા. શાળાના આચાર્યશ્રીમતિ ભાવિનીબેને સમગ્ર શાળાના શિક્ષણના પ્રગતિની સમીક્ષા કરી હતી. અને વાલીઓને પણ સારા શિક્ષણ પ્રત્યે જાગૃત લાવવાનો અનુરોધ કરવામાં આવ્યો. અંતે શાળામાં શૌર્યગીત, રાષ્ટ્રગીત ગઈ શાળાના મદદના શિક્ષકશ્રી સંજયભાઈએ આભારવિધિ કરી હતી.

