શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજ અને શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજ દ્વારા શરૂ કરવામાં આવેલ નિરણ કેન્દ્ર દ્વારા ૧૦૦૦૦થી વધુ ગાય માટે પશુરક્ષા અભિયાનને પુર્ણ કરવામાં આવ્યુ અને લમ્પી વાયરસનો ભોગ બનેલ ગૌવંશને બચાાવા અભિયાન શરૂ કરવામાં આવ્યુ.

સેવા હી સાધનાના સુત્રને ચરિતાર્થ કરતી સંસ્થા શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજ અને વર્ષો જુની મહાજન પરંપરાને જાળવી રાખનાર શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા અનશનવ્રતધારી,જીવદયાપ્નેમી શ્રી તારાચંદભાઈ છેડાની પ્નેરણાથી પશુરક્ષા અભિયાન અંતગર્ત કચ્છ જિલ્લમાં વરસાદ ન પડે ત્યાં સુધી દાતાશ્રીઓના સહકારથી જયા કોઈ દાતા, સંસ્થા કે ટ્રસ્ટ નથી તેવા ગામોમાં નિરણ કેન્દ્ર ચાલુ કરી ૧૦,૦૦૦થી વધુ ગૌ માતાઓને  નિરણ પુરુ પાડવામાં આવ્યુ હતુ. આ વિશે વધુ માહિતી આપતા બંને સંસ્થાના અધ્યક્ષ શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે કચ્છના દાનવીર શેઠ શ્રી દામજીભાઈ એન્કરવાલા પરિવાર અને બીજા દાતાશ્રીઓના સહકારથી ભુજ તાલુકાની કુકમા ગામની નજીક આવેલા લેર રોડ ઉપર શિણાઈ નગર મધ્યે ભુંકપ પછી બન્નીમાંથી આવેલા દલીત સમાજના પરિવારની ૧પ૦ જેટલી ગાયો માટે અને ભુજ શહેર મધ્યે આવેલ નવનીત નગરની સમીપે માલધારીઓની પ૦૦ જેટલી ગાયો માટે,ભુજ તાલુકાના સરોસણા ગામ મધ્યે પ૦૦ ગાયો માટે,મુંદરા તાલુકાના ફાચરીયા,બગડા, વાધુરા,લફરા, કુકડસર, હટડી,કણઝરા,બોચા,ટપ્પર વિગેરે ગામોની ૯,૦૦૦થી વધુ ગૌ માતા માટે વરસાદ પડે ત્યાં સુધી નિરણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ. તથા શ્રી કચ્છ મુંદરા પાંજળાપોળ અને ગૌ શાળા, શ્રી ભુજપુર પાંજળાપોળ,શ્રી નારાણસરોવર મધ્યે આવેલ શ્રી કચ્છ નારાણ સરોવર ગૌ શાળા અને પાંજરાપોળ,અંજાર–ચાદ્રાણી રોડ પર આવેલ શ્રી વઢવાળા હનુમાન મંીદર પાંજરાપોળ વિગેરે પાંજરાપોળ મધ્યે જરૂરીયાત મુજબ સુકા ધાસની ગાડી મોકલવામાં આવી હતી. આ યોજનમાં કુલ્લ રૂ.રર લાખ જેટલો ખર્ચ કરવામાં આવેલ. ચાલુ મહિને કચ્છ જિલ્લામાં શ્રીકાર વરસાદ વરસતા નિરણ કેન્દ્ર પુર્ણ કરવામાં આવેલ.નિરણ કેન્દ્ર માટે દાન આપેલ તમામ નામી અને અનામી દાતાશ્રીઓનો આભાર વ્યકત કરયો હતો. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે હાલમાં ગૌવંશમાં ચાલી રહેલ લમ્પી વાયરસની બિમારી થી ગૌવંશ ને બચાવવા માટે કચ્છના જાણીતા દાનવીર શેઠ શ્રી દામજીભાઈ એન્કરવાલા સાથે ચર્ચા કરી હતી અને શ્રી દામજીભાઈએ પોતાનાથી અને મુંબઈમાં વસ્તા કચ્છીજનો ધ્વારા બનતી તમામ મદદ કરવાની ખાત્રી આપી હતી.ઉપરાંત ગુજરાત રાજયના માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબેને પત્ર મારફત જાણ કરતા માન. મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલીક અસરથી કચ્છ જિલ્લામાં વધારાના ડૉકટરશ્રીઓની ટીમ મોકલીને લમ્પી વાયરસથી બિમાર થયેલ ગૌવંશને બચાવવાના અભિયાનને વેગવંતુ બનાવ્યુ હતુ. સ્થાનિક ધોરણે શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળના પ્નમુખ શ્રી કૌશલભાઈમહેતા અને તેમની ટીમ દ્વારા ભુજ શહેર અને તેની આસપાસના ગામડાઓમાં તથા મુંદરા તાલુકાના પ્નાગપર ચોકડી પાસે આવેલ શ્રી એન્કરવાલા અહિંસાધામના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ સંગોઈ અને તેમની હોસ્પિટલની પશુ ડૉકટરશ્રીઓની ટીમ ધ્વારા અને પાંજરાપોળ ની ટીમ તથા ગામે ગામની ગૌ સમિતીઓ ધ્વારા મુંદરા તાલુકામાં જયાં જયાં જરૂર પડે ત્યાં કેમ્પ યોજી મહામુલા ગૌ વંશને બચાવવાના કાર્યને આગળ વધારવામાં આવે છે. હજી પણ જયાં જરૂરત હશે ત્યાં ગૌ વંશને બચાવવા માટે કેમ્પ યોજવામાં આવશે. ચાલુ વરસે મુંદરા તાલુકામાં શરૂ કરવામાં આવેલ નિરણ કેન્દ્રની જવાબદારી પશુરક્ષા અભિયાનના શ્રી માંડણભાઈ રબારી, શ્રી રવાભાઈ આહિર,શ્રી રાઘુભાઈ આહિર, લફરા ગામના જાસુભા જાડેજા, શ્રી દેવાભાઈ આહિર,બગડા ગામના શ્રી ગોપાલભાઈ આહિર,કુકડસર ગામના શ્રી શંકરભાઈ રબારી, હટડી ગામના ખુમાનસિંહ જાડેજા,શ્રી યુવરાજસિંહ જાડેજા,શ્રી શંભુભાઈ રામજી અને અન્ય ગૌ સેવકોએ સુપેરે નિભાવી હતી. ભુજ શહેરની સમીપે આવેલ નવનીત નગર, ભુજ અને કુકમા ગામની સમીપે આવેલ શિણાઈ નગર મધ્યે શ્રી કવી.ઓ. જૈન મહાજનના ટ્રસ્ટીશ્રીઓ,યુવા પાંખના સદસ્યો,શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજના ટ્રસ્ટીશ્રીઓ, ભુજ તાલુકાના સરોસણા ગામ મધ્યે ગામના આગેવાનો શ્રી રાજેશભાઈ રબારી,શ્રી બુઘાભાઈ રાઘાભાઈ રબારી,શ્રી મમુ પચાણ રબારી તથા અન્ય ગૌ સેવકોએ સહયોગ આપ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *