




લમ્પી ચર્મરોગથી પીડાતી ગાયોની સારવાર માટે ખાનગી સંસ્થાઓ આગળ આવીને સેવા યજ્ઞ ચાલુ કર્યો છે ત્યારે મુંદરાની શીવ ટાઉનશીપના યુવાનો દ્વારા યથાશક્તિ ફાળો કરીને તાલુકાના શેખડીયા ગામની ગાયોને ઘરે ઘરે ફરીને પશુ ચિકિત્સક ડોકટરની સલાહ લઈ આર્યુવેદીક ઉકાળો, ચોપડવાની દવા, પોષણસમ લાડવા દ્વારા સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત મુંદરા શહેરમાં ફરતી ગાયોની પણ સારવાર કરવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકાના બોચા ગામની 400 જેટલી ગાયોને 91 મણ લીલો ચારો આપીને સેવા કરવામાં આવી હતી.
