કચ્છના ઈતિહાસ વિશે જાણકારી મેળવી

કચ્છના બે દિવસીય પ્રવાસે આવેલી વિધાનસભાની સા.શૈ.પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિએ માંડવીના વિજય વિલાસ પેલેસની મુલાકાત લીધી

ચ્છના બે દિવસીય પ્રવાસે આવેલી વિધાનસભાની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની કલ્યાણ માટેની સમિતિએ માંડવી ખાતે વિજય વિલાસ પેલેસની મુલાકાત લીધી હતી. સમિતિના પ્રમુખશ્રી અને સમિતિના સભ્યોએ વિજય વિલાસ પેલેસની મુલાકાત દરમિયાન કચ્છના રાજવી પરિવારના ઈતિહાસ વિશે રસપૂર્વક વિસ્તૃત જાણકારી મેળવી હતી.સમિતિના પ્રમુખશ્રી શંભુજી ઠાકોર, સભ્યો અને ધારાસભ્યો સર્વશ્રી રઘુભાઇ દેસાઇ, ગેનીબેન ઠાકોર, ઠાકોર અજમલજી,રાજેન્દ્રસિંહ ઠાકોર,પુરૂષોતમભાઇ સાબરીયા, અરવિંદભાઇ રાણાએ વિજય વિલાસ પેલેસની મુલાકાત લીધી હતી. આ દરમિયાન આરોગ્યવિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *