વલસાડમાં હર ઘર તિરંગા થીમ ઉપર ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે ચિલ્ડ્રન પેઈન્ટિંગ વર્કશોપ યોજાશે

બાળકોને ચિત્રકામ માટે જરૂરી સામગ્રી વિનામૂલ્યે આપવામાં આવશે  

લસાડ જિલ્લામાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ થીમ ઉપર ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે આગામી ઓગસ્ટ માસમાં લલિત કલા અકાદમી, જિલ્લા યુવા વિકાસ અધિકારી વલસાડ અને જિલ્લા રમત ગમત કચેરી દ્વારા ચિલ્ડ્રન પેઈન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવશે. આ વર્કશોપનો મુખ્ય હેતુ બાળકોની ચિત્રકલામાં રૂચિ વિકસાવવાનો અને ચિત્રકલાના વિવિધા માધ્યમોની જાણકારી આપવાનો છે. આ વર્કશોપમાં ભાગ લેનારા બાળકોને અત્રેની કચેરીએથી ચિત્રકામ માટે જરૂરી સામગ્રીઓ જેવી કે, પેન્સિલ, રબર, કલરબોક્સ તેમજ ડ્રોઈંગ પેપર વિનામૂલ્યે આપવામાં આવશે. આ વર્કશોપમાં ભાગ લેવા માટે નિયત નમૂનાનું અરજીપત્રક(ફોર્મ) જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ૧૦૬, જૂની બી.એસ.એન.એલ. કચેરી, પહેલા માળે, હાલર રોડ, વલસાડ ખાતેથી મેળવી તા.૧-૮-૨૦૨૨ સુધીમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે. સમયસર અરજી કરનાર અરજીકર્તાને વર્કશોપ કાર્યક્રમ અંગેની વિગતવાર માહિતી કચેરી દ્વારા આપવામાં આવશે. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *