
શૈશવ રાવ- રાજપીપળા
આગામી વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ૦૧.૧૦.૨૦૨૨ ની લાયકાત તારીખ અન્વયે શરૂ થનાર આગામી મતદારયાદી સુધારણા કાર્યક્રમ સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ગાંધીનગર દ્વારા આપેલ સ્વીપ કેલેન્ડર મુજબ અત્રેનાં ૧૪૮- નાંદોદ વિધાનસભા મત વિભાગ માં સમાવિષ્ટ ગરુડેશ્વર તાલુકામાં પ્રાથમિક શાળા ઊંડવા તથા માથાવાડી ખાતે બાળ સંસદનુ તેમજ ITI-વાગડીયા, ગરૂડેશ્વર ખાતે મામલતદારશ્રીની ઉપસ્થિતિમાં મતદાન નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ તિલકવાડા ITI ખાતે મામલતદારશ્રીની ઉપસ્થિતિમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ અને વોટર હેલ્પલાઈન એપલિકેશન તથા PWD Appદ્વારા મહત્તમ નોંધણી થાય તે અર્થે પ્રચાર પસાર કરાયો હતો અને મતદાર જાગૃતિ કેળવાઇ હતી.

૧૪૮-નાંદોદ વિધાનસભા મત વિભાગમાં આવેલ ભદામ ગામ ખાતે રાત્રિસભા યોજીને ઓનલાઇન મતદાર નોંધણી પ્લેટ્ફોર્મ્સની માહિતીનો પ્રચાર કરવામાં આવ્યો હતો. ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મત વિભાગમાં સમાવિષ્ટ તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાર નોંધણીની માહિતી પુરી પાડવા વેલ્કમ ડેસ્ક શરૂ કરવામાં આવેલ છે. તેમજ તમામ વયજૂથનાં મતદારોની મહત્તમ સહભાગિતા અર્થે બીએલઓ દ્વારા ગ્રામસભાઓ દરમિયાન મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતુ. તેમજ વિધાનસભા મત વિભાગમાં સમાવિષ્ટ તમામ તાલુકાઓમાં આવેલ હોસ્ટેલ્સમાં Evening Awareness Programme નું આયોજન કરવામાં આવેલ છે.
તાજેતરમાં સંસદે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ,૧૯૫૦ અને ૧૯૫૧માં કરેલ સુધારાઓ મુજબ નાગરિકોની મતદારયાદીમાં નોંધણીની લાયકાત તારીખ દર વર્ષે ૦૧ જાન્યુઆરીની જ્ગ્યાએ હવે લાયકાતની ચાર તારીખો ૦૧ જાન્યુઆરી, ૦૧ એપ્રિલ, ૦૧ જુલાઈ, ૦૧ ઓક્ટૉબર કરવામાં આવેલ છે જે બાબતે જિલ્લાનાં તમામ નાગરિકો અવગત થાય તે માટે વિવિધ સ્વીપ પ્રવૃતિઓ તેમજ મતદાર સાક્ષરતા ક્લબ્સ દ્વારા વર્કશોપનું આયોજન કરીને તે અંગેનો મહત્તમ પ્રસાર અત્રેનાં જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ સ્વીપ નોડલશ્રી દ્વારા કરવામાં આવેલ છે. તેમ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજપીપલા-નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
