
રિપોર્ટ ,મયુર પટેલ
સુરત જિલ્લાના મહુવા તાલુકાના મહુવા અસ્મિતા ભવન ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા ના અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના પડતર પ્રશ્નો અને હર ઘર તિરંગા નું આયોજન કરવા સૂચન કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સરપંચો, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો અને સંગઠન પદા ધિકારીઓ, અધિકારીઓ હાજર રહ્યા હતા તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયત સભ્યો અને મહુવા તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો દ્વારા આદિવાસી સમાજનું ગૌરવ અને વિશ્વના સૌથી મોટા લોક તાંત્રિક દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદીમુમૂજી પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી દ્વારા કરવામાં આવેલ અપમાનજનક ટિપ્પણી એ સર્વોચ્ચ બંધારણીય પદની ગીરીમાં તથા આપણા આદિવાસી સમાજ માટે અપમાન જનક છે આ અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં આજરોજ મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા મહુવા ખાતે મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપી તેમજ સૂત્રોચાર અને પૂતળાં દહન કરી, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
