
રિપોર્ટ- રાકેશ ક્ષત્રિય-અમદાવાદ
જીમ લોન્જ ના સ્થાપક શ્રી વિજયસિંઘ સેન્ગર ને દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત લિજેન્ડ્સ ઑફ ગુજરાત નો એવોર્ડ ગુજરાત ના કેબિનેટ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ના હસ્તે આપવામાં આવ્યું.

આવો જાણીએ કોણ છે આ યુવા

વિજયસિંઘ સેન્ગર એક સારા બિઝનેસમેનની સાથે એક સામાજિક સેવક પણ છે.તે પોતે ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ના યુવા અધ્યક્ષ છે. તેમણે દસ બાળકોને દત્તક લીધેલ છે અને તેમનું પાલન-પોષણ પોતાના ખર્ચે કરી રહ્યા છે. કોરોનાકાળ દરમ્યાન ઉત્તર ભારતીયો માટે ગુજરાતમાંથી તેમના ગામ જવાની વ્યવસ્થા પણ તેમના દ્વારા કરવામાં આવી હતી અને હજારો લોકોને મદદ પહોંચાડી હતી.
વિજયસિંધ સેન્ગર ડિપ્લોમા ઈન એવિએશનનો અભ્યાસ – કરેલ છે. વર્કઆઉટનો શોખ હોવાથી તેઓ ૨૦૧૨થી એક જીમમાં મેમ્બર હતા. ત્યારબાદ તેઓ તે જ જીમમાં ટ્રેનર તરીકે જોડાયા. તે પછી તેમને અચાનક વિચાર આવ્યો કે તેઓ પોતાના અનુભવના આધારે જીમ ખોલે, ત્યારબાદ તેમણે પોતાનું ‘જીમ લોન્જ’ શરૂ કર્યું અને 2016થી ‘જીમ લોન્જ’ની શરૂઆત થઈ. તેમણે ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી સફળતા મેળવી અને હાલમાં તેમના માર્ગદર્શન હેઠળ જીમ લોન્જની 28 બ્રાન્ચીસ કાર્યરત છે અને હજુ નવી શરૂ થવા જઈ રહી છે. દરેક લોકોને ફિટ રાખવા એ તેમનો ધ્યેય છે, જેથી તેઓ સમગ્ર ગુજરાતમાં ૫૦ અને ભારતભરમાં ૨૫થી વધારે જીમ લોન્જના આઉટલેટ શરૂ કરવા માંગે છે.
તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલ ફિટ ઈન્ડિયા મુવમેન્ટના સ્લોગનથી ઇન્સપાયર છે અને લોકોને પણ તેનાથી ઈન્સપાયર કરી રહ્યા છે.

કમલમ સાથે વાત કરતા સેન્ગર સાહેબે જણાવ્યું કે ‘જીમ લોન્જમાં વર્કઆઉટ માટેના દરેક પ્રકારના અદ્યતન સાધનો આવેલા છે. તેની સ્પ્રિન્ટર, લોટર રોવર જેવા બેલ સાધનો છે. જેમાં સ્ટેરલેડરમાં જીમ મેમ્બર્સને પર્વતારોહણ કરતા હોય તેવું ફીલ થાય છે.
સ્પ્રિન્ટર એ એક લેટેસ્ટ ટ્રેડમીલ છે, જેને કર્વ ટ્રેડમીલ કહેવાય છે. વૉટર રોવર દ્વારા જીમ મેમ્બર્સ જાણે પોતે પાણીમાં બોટ ચલાવતા હોય તેવો અનુભવ કરે છે, જિમ લોન્જની સૌથી મોટી વિશેષતા એ છે કે યોગા, જુમ્બા, પર્સનલ ટ્રેનર, જનરલ ટ્રેનર એમ બધા જ ટ્રેનર FSSS ના સર્ટિફાઈડ છે.

જિમ લોન્જનું મેનેજમેન્ટ ખૂબ સારું છે, જે તેને અન્ય જીમ કરતા અલગ પાડે છે. અને ખાસ વાત એ કે અમારા બ્રાન્ડ એમ્બેસેડર ઘ ગ્રેટ ખલી ઉર્ફ (દિલીપસિંગ રાણા) છે. જ્યારે આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આઝાદીના ૭૫માં વર્ષને અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યા છે અને ફિટ ઈન્ડિયા હેઠળ વડાપ્રધાન ના સપના યુવા જેટલા ફિટ હશે તેટલા ફિટ રહેશે. એ સપનાને સાકાર કરવા અમે ભારતમાં જિમ લોન્જના ૭૫ થી વધુ આઉટલેટ ખોલવા માંગીએ છીએ.

