જીતના દ્રઢ નિર્ધાર સાથે નલીયા ખાતે વિજય વિશ્ર્વાસ સંમેલન યોજાયું પ્રદ્યુમનસિંહ જાડેજાએ જન સમર્થન સાથે નામાંકન પત્ર ભર્યું

લીયા ખાતે અબડાસા વિધાનસભા પેટા ચુંટણી અન્વયે જન સમર્થન વચ્ચે કચ્છ જિલ્લા ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું અને પક્ષના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ તેમનું નામાંકન પત્ર પ્રાંત અધિકારીશ્રીને સુપરત કર્યું હતું . મહિનાઓથી અબડાસા મત વિસ્તારમાં પક્ષના વિવિધ આગેવાનો અને કાર્યકરો દ્વારા અવિરતપણે ચાલી રહેલા જન સંપર્ક અભિયાન પાછલા કેટલાક દિવસોથી ઝંઝવાતી પ્રચારમાં ફેરવાઈ ગયું છે ત્યારે હાલમાં સમગ્ર અબડાસા મત વિસ્તાર કમળના રંગે રંગાઈ ગયું છે , અબડાસાની જનતા આ વખતે પારંપરીક રીતે ચાલી આવતી નો રીપીટની થીયરીમાં બદલાવ કરવા સંપૂર્ણ મન મનાવી ચુકી છે એવો સ્પષ્ટ વર્તારો જણાઈ રહયો છે . આજરોજ નલીયા ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં તમામ વર્ગ અને જ્ઞાતિના લોકોની ઉમળકાભેર કહાજરી વચ્ચે સર્વત્ર ભાજપ તરફી માહોલ જણાતો હતો . વિવિધ ગામના સરપંચો , આગેવાનો , વેપારી મંડળીના પ્રમુખો તેમજ શ્રેષ્ઠીઓએ પ્રદ્યુમનસિંહ જાડેજાનું ભાવભેર સન્માન કરી તેમની જીત બદલ શુભેચ્છાઓ વ્યકત કરી હતી , દિપ પ્રાગટય બાદ સ્વાગત પ્રવચન કરતા કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે , ચુંટણીને આડે હવે જુજ દિવસો બાકી રહયા છે ત્યારે સમગ્ર સંગઠન એક જૂટ થઈને પુરી નિષ્ઠા અને પુરી શકિતથી ગંભીરતાપૂર્વક ચુંટણીલક્ષી તૈયારીઓમાં જોતરાઈને પ્રદ્યુમનસિંહને પ્રચંડ સરસાઈથી વિજયી બનાવવામાં કોઈ કચાશ નહીં છોડે . અબડાસાની બેઠક અંકે કરીને રાજયમાં સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારના હાથ મજબૂત કરવામાં આપણે સૌ સહિયારા પ્રયાસો વડે સહભાગી બનીએ એવી તેમણે અપીલ પન્ન કરી હતી . શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે , પ્રદ્યુમનસિંહ જાડેજાએ તેમની માતૃભૂમિ અને મત વિસ્તાર એવા અબડાસા પંથકની અવિરત ચિંતા કરીને કોંગ્રેસમાં હોવા છતાં પણ હિંમતભેર વખતો વખત ભાજપ સરકારના વિવિધ કામોની સરાહના કરી છે . તેમના જેવો સાચો હિત ચિંતક અબડાસાની જનતાને મળવો એ અબડાસાનું સદભાગ્ય છે . અછત રાહતની કામગીરી વખતે તેમણે કરેલી અથાક મહેનત અને રજૂઆતો તેમજ રાજય સરકારની ઈચ્છાશકિતના પરિબ્રામ અબડાસા અને લખપત પંથકના માલધારીઓ , ગોપાલકો અને કિસાનો સુરક્ષિત બન્યા હતા એ વાત આપ સૌ સ્થાનિક પ્રજાજનોને ક્યારેય ભૂલવી જોઈએ નહીં . પ્રદ્યુમનસિંહ ઉપરાંત કચ્છ ભાજપના તમામ ચુંટાયેલા પ્રતિનિધીઓની રજૂઆતોના પરિણામે મેન્યુઅલની જોગવાઈ કરતા પણ વધારે રાહત ફાળવીને કચ્છને દુષ્કાળની કારમી સ્થિતીમાંથી બેઠું કર્યું હતું . પ્રભારી મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે , કેન્દ્રમાં મોદીજીના નેતૃત્વ હેઠળની સરકાર અને રાજયમાં | વિજયભાઈ રૂપાણીની સરકારે આલેખેલા અઢળક વિકાસ કામોના ફળ સ્વરૂપે આજે ગુજરાત નહીં માત્ર રાષ્ટ્રીય પરંતુ વિશ્વ ફલક પર ખ્યાતનામ બન્યું છે . વધુમાં તેમણે જણાવ્યું હતું કે , વિજય ઉત્પાદન ક્ષેત્રે દેશભરમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે . છેલ્લા ૧૮ વરસમાં ૨000 જેટલા સબ સ્ટેશનો બનાવીને સમગ્ર રાજયમાં સુચારૂપ વિજ પુરવઠો પહોંચી રહયો છે , કોંગ્રેસના કુલ શાસનના ૬ લાખ વિજ જોડાણો સામે પાછલા ૧૮ વરસમાં ભાજપની સરકારોએ ૧૭ લાખ જેટલા વિજ જોડાણો આપીને સાચા અર્થમાં કૃષિ ક્રાંતિનું અભિયાન છેડયું છે . પશ્ચિમ કચ્છના મુખ્ય ધર્મ સ્થળો ખાસ કરીને માતાના મઢ , નારાયજ્ઞ સરોવર જેવા તીર્થધામો માટે પણ આ સરકારે માસ્ટર પ્લાન બનાવીને અનેક યાત્રાળુઓની સગવડતા સાચવવા માટે વિવિધ સગવડો ઉપલબ્ધ કરાવી છે , એન મહામંત્રી શ્રી કે.સી. પટેલે જણાવ્યું હતું કે , ઓકટોબર ૨૦૦૧ થી ગુજરાતની શાસનધુરા સંભાળ્યા બાદ આજદિન પર્વત શ્રી નરેન્દ્રભાઈ મોદી દૈનિક ૧૮ કલાકથી વધારે સમય આ રાષ્ટ્રની ઉન્નતિ અને ઉત્થાન માટે ફાળવી રહયા છે ત્યારે આવા વિકાસ પુરૂષ સમા રાજનેતાએ કંડારેલી કેડી પર આગળ વધવાના શુભ ઉદેશ્ય સાથે પ્રદ્યુમનસિંહ જાડેજા ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે . આ વ્યકિતએ અબડાસાની રજૂઆતો માટે કોઈ કસર બાકી રાખી નથી . આટલી હદના સરળ અને નિરાભીમાની રાજનેતા આજના યુગમાં શોધવો પન્ન મુશ્કેલ છે ત્યારે અબડાસાની જનતા આ સુવર્બ તક નહીં ચુકે એવો પુરો વિશ્વાસ વ્યકત કરું છું . પ્રદેશ ભાજપ મંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે , પ્રદ્યુમનસિંહ જાડેજા જયારે કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા ત્યારે પણ તેમના સમગ્ર કાર્યક્રળ દરમ્યાન પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને અબડાસાના હિત અને વિકાસની સતત ચિંતા સેવી હતી . સ્થાનિક શિક્ષણનો પ્રશ્ન હોય કે રોડ – રરતા કે આરોગ્ય જેવી માળખાકીય સગવડો બાબતે રજૂઆત હોય પ્રદ્યુમનસિંહે હંમેશા રાજકારણને પર રાખીને અબડાસાની ઉનતીને પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે . પાછલા કેટલાક વરસોના કારમાં દુકાળ વખતે પ્રદ્યુમનસિંહે પોતાની આગવી કોઠાસૂઝથી સરકારમાં વિવિધ સ્તરે રજૂઆત કરીને દુષ્કાળ જેવી આપતી સામે હિંમતભેર સામનો કયો હતો . આ ઉપરાંત રાજયમંત્રી શ્રી વાસન્નભાઈ આહિરે જણાવ્યું હતું કે , એક ચા વેચનાર વ્યકિત આ દેશના પ્રધાન સેવક બની શકે એ ફકત અને ફકત ભારતીય જનતા પક્ષની સશકત વિચારધારાને આભારી છે . મોદીજીની નિષ્ઠા , પ્રમાણિકતા અને વિકાસની અદમ્ય સુધાને પરિત્રામે તેમણે જે કલ્પનાતિત પરિણામો મેળવ્યા છે એ જોઈને આજે સમગ્ર વિશ્વ તેમના નેતૃત્વની દુહાઈ આપે છે ત્યારે મોદીજીના પગલે ચાલવા પ્રદ્યુમનસિંહ જયારે ભાજપમાં જોડાયા છે એ અબડાસા માટે ખૂબ સૂચક બાબત છે , કોંગ્રેસમાં હોવા છતાં પણ પાછલા અઢી વર્ષમાં તેમના પ્રયત્નોથી રાજય સરકારે અબડાસામાં દ 00 કરોડના વિકાસ કામો કર્યા છે અને પાછલા અઢી મહિનામાં ૮૨ જેટલા ચેકડેમો મંજૂર કર્યાં છે . સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે , પ્રદ્યુમનસિંહની આંતરીક કોઠાસૂઝ ખૂબ ગજબની છે . જેને હૈયે હંમેશા અબડાસાનું હિત સચવાયેલુ છે એવા પ્રદ્યુમનસિંહ વિધાનસભા સત્ર દરમ્યાન તેમના મત વિસ્તારની રજૂઆતોમાં અગ્રેસર રહયા હતા . સમાજના નાનામાં નાના માનવીથી પણ વ્યકિતગત ધરોબો રાખનાર શ્રી જાડેજા જેવા નેતા આપણને મળ્યા છે ત્યારે આ વખતે પુનરાવર્તન નહીં કરવાનું મહેણું ભાંગીને અબડાસાની જનતાને પ્રદ્યુમનસિંહ જાડેજાને જંગી બહુમતીથી વિજયી બનાવવા હાર્દીિ અપીલ કરી હતી . આ સંમેલન દરમ્યાન લોકોના અભૂતપૂર્વ આવકારનો પ્રતિભાવ આપતા પક્ષના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે , અબડાસાના દૂર્ભાગ્યપણે અબડાસામાં મોટે ભાગે રાજયની સરકારથી વિપરીત પક્ષના ઉમેદવાર જ વિજયી બનતા આવ્યા છે . પરિજ્ઞામે અબડાસા માંમેશા વિકાસના માર્ગથી વંચિત રહયું છે . અબડાસાની જનતાની સુખાકારી અને સલામતીને લક્ષમાં રાખીને વિકાસના મૂળ પ્રવાહમાં જોડવાના આશયથી કોંગ્રેસથી છેડો ફાડીને હું ભાજપમાં જોડાયો છે . દલિતો અને મુસ્લિમોનો કોંગ્રેસે હર હંમેશ પોતાના ફાયદા ખાતર ચુંટણીલક્ષી ઉપયોગ કરીને તરછોડયા છે ત્યારે ભારતીય જનતા પક્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અનેકાનેક લોક કલ્યાણકારી યોજનાઓ દ્વારા દલિતો , મુસ્લિમો સહિત સમાજના તમામ વર્ગોનો સહિયારો વિકાસ કર્યો છે . ૧૦૮ ઈમરજન્સી સેવા હોય કે મા અમૃતમ કાર્ડ , આયુષ્યમાન ભારત કે પ્રધાનમંત્રી આવાસ યોજના આવી અગણીત ઘોજનાઓ થકી ભાજપે ખરા અર્થમાં અંત્યોદયને સ્વીકાર્યો છે માટે ફરીથી એક વખત અબડાસાની જનતાના વિશ્વાસ અને પૂર્ણ શ્રધ્ધા સાથે હું આ ચુંટણી જંગના મેદાનમાં ભાજપ વતી આજરોજ મારી સતાવાર દાવેદારી નોંધાવું છું .સેવક બની શકે એ ફકત અને ફકત ભારતીય જનતા પક્ષની સશકત વિચારધારાને આભારી છે . મોદીજીની નિષ્ઠા , પ્રમાણિકતા અને વિકાસની અદમ્ય સુધાને પરિણામે તેમણે જે કલ્પનાતિત પરિણામો મેળવ્યા છે એ જોઈને આજે સમગ્ર વિશ્વ તેમના નેતૃત્વની દુહાઈ આપે છે ત્યારે મોદીજીના પગલે ચાલવા પ્રદ્યુમનસિંહ જયારે ભાજપમાં જોડાયા છે એ અબડાસા માટે ખૂબ સૂચક બાબત છે . કોંગ્રેસમાં હોવા છતાં પણ પાછલા અઢી વર્ષમાં તેમના પ્રયત્નોથી રાજય સરકારે અબડાસામાં ૬૦૦ કરોડના વિકાસ કામો કર્યા છે અને પાછલા અઢી મહિનામાં ૮૨ જેટલા ચેકડેમો મંજૂર કર્યા છે . સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે , પ્રધ્યમનસિંહની આંતરીક કોઠાસૂઝ ખૂબ ગજબની છે . જેને હૈયે હંમેશા અબડાસાનું હિત સચવાયેલુ છે એવા પ્રદ્યુમનસિંહ વિધાનસભા સત્ર દરમ્યાન તેમના મત વિસ્તારની રજૂઆતોમાં અગ્રેસર રહયા હતા . સમાજના નાનામાં નાના માનવીથી પણ વ્યકિતગત ધરોબો રાખનાર શ્રી જાડેજા જેવા નેતા આપણને મળ્યા છે ત્યારે આ વખતે પુનરાવર્તન નહીં કરવાનું મહેણું ભાંગીને અબડાસાની જનતાને પ્રદ્યુમનસિંહ જાડેજાને જંગી બહુમતીથી વિજયી બનાવવા હાર્દિક અપીલ કરી હતી . આ સંમેલન દરમ્યાન લોકોના અભૂતપૂર્વ આવકારનો પ્રતિભાવ આપતા પક્ષના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે , અબડાસાના દૂર્ભાગ્યપણે અબડાસામાં મોટે ભાગે રાજયની સરકારથી વિપરીત પક્ષના ઉમેદવાર જ વિજયી બનતા આવ્યા છે . પરિણામે અબડાસા હંમેશા વિકાસના માર્ગથી વંચિત રહયું છે . અબડાસાની જનતાની સુખાકારી અને સલામતીને લક્ષમાં રાખીને વિકાસના મૂળ પ્રવાહમાં જોડવાના આશયથી કોંગ્રેસથી છેડો ફાડીને હું ભાજપમાં જોડાયો છું . દલિતો અને મુસ્લિમોનો કોંગ્રેસે હર હંમેશ પોતાના ફાયદા ખાતર ચુંટણીલક્ષી ઉપયોગ કરીને તરછોડ્યા છે ત્યારે ભારતીય જનતા પક્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અનેકાનેક લોક કલ્યાણકારી યોજનાઓ દ્વારા દલિતો , મુસ્લિમો સહિત સમાજના તમામ વર્ગોનો સહિયારો વિકાસ કર્યો છે . ૧૦૮ ઈમરજન્સી સેવા હોય કે મા અમૃતમ કાર્ડ , આયુષ્યમાન ભારત કે પ્રધાનમંત્રી આવાસ યોજના આવી અગણીત યોજનાઓ થકી ભાજપે ખરા અર્થમાં અંત્યોદયને સ્વીકાર્યો છે માટે ફરીથી એક વખત અબડાસાની જનતાના વિશ્વાસ અને પૂર્ણ શ્રધ્ધા સાથે હું આ ચુંટણી જંગના મેદાનમાં ભાજપ વતી આજરોજ મારી સતાવાર દાવેદારી નોંધાવું છું . કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા તેમજ આભાર વિધી અમુલ ડેરીના વાઈસ ચેરમેન અને જિલ્લા ભાજપ મહામંત્રી વલ્લમજીભાઈ હુંબલે કરી હતી . આ કાર્યક્રમમાં ધારાસભ્યો ડો . નિમાબેન આચાર્ય , વિરેન્દ્રસિંહ જાડેજા , માલતીબેન મહેશ્વરી , પૂર્વ સાંસદ પૂનમબેન જાટ , જિલ્લા ભાજપ મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવે સહિતના પક્ષના વિવિધ હોદેદારો , ચુંટાયેલા જન પ્રતિનિધીઓ , વિવિધ સેલ / મોરચાના હોદેદારો , કાર્યકરો અને સ્થાનિક પ્રજાજનો ઉપસ્થિત રહયા હતા . સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમરશીભાઈ ભાનુશાલી , વાડીલાલભાઈ પોકાર , હિંમતસિંહ જાડેજા , જયદિપસિંહ જાડેજા , મહેશોજી સોઢા , ઈન્દ્રજીતસિંહ જાડેજા , અનિરૂદ્ધસિંહ જાડેજા , છત્રસિંહ જાડેજા , વિક્રમસિંહ જાડેજા , કાનજીભાઈ ગઢવી સહિતનાઓએ જહેમત ઉઠાવી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM