નખત્રાણા – દયાપર ખાતે ચુંટણી પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન

વારે નલીયા ખાતે વિજય વિશ્વાસ સંમેલન બાદ અબડાસા બેઠકના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ બપોરે ૧૨:૩૯ કલાકે વિજય મુહુર્તે નલીયા પ્રાંત અધિકારી સમક્ષ તેમનું નામાંકન પત્ર સુપરત કર્યું હતું . ત્યાર બાદ નખત્રાણા અને દયાપર ખાતે સ્થાનિક પ્રચાર અભિયાનને વેગવંતુ બનાવવાના ઉદેશ્યથી વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતીમાં તેમના ચુંટણી પ્રચાર કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે બન્ને તાલુકા મથકોએ વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહયા હતા . સૌ પ્રથમ લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે વથાણ ચોકમાં આજરોજ સાંજે તેમના કાર્યાલયને ખુલ્લો મુકવામાં આવ્યો હતો . ત્યાર બાદ સ્થાનિક કાર્યકરો સાથે ઉપસ્થિત અગ્રણીઓએ વિચાર વિમર્શ કરવાના ઉદેશ્યથી એક મંથન બેઠક યોજી હતી જેમાં સંગઠનાત્મક કામગીરી પર વિશેષપણે ભાર મુકીને ચૂંટણીલક્ષી ત્રસ્તરીય યૂહરચના ગોઠવવામાં આવી હતી . ત્યાર બાદ નખત્રાણા ખાતે રીબીન કાપીને તાલુકા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું . અહીં પણ ઉપસ્થિત કાર્યકરો અને પ્રજાજનોએ પ્રદ્યુમનસિંહ સહિતના તમામ અગ્રણીઓને ઉત્સાહભેર આવકાર્યા હતા અને સમગ્ર ચુંટણી પ્રક્રિયા દરમ્યાન વિરામ વિહોણી મહેનત થકી ભાજપના ઉમેદવારને પ્રચંડ સરસાઈથી વિજયી બનાવવાના એકી અવાજે કોલ આપ્યા હતા . નખત્રાણા ખાતેના કાર્યક્રમમાં લુહાર હાજી અલીમામદ અબ્દુલ્લા , કુંભાર ઈસ્માઈલ ઈબ્રાહીમ , મીસ્ત્રી સતાર સાલેમામદ , લુહાર હાસમ અબ્દુલ્લા , કુંભાર દાઉદ હાજી જુમા , કુંભાર આધમ ઓસમાણ , કુંભાર કાસમ સાલેમામદ , પીંજારા આમદ જુમા , ચાકી અજરૂદીન હાજી દાઉદ , પીંજારા શરીફ હસનની આગેવાનીમાં ૫૦ જેટલા કોંગ્રેસી વિચારધારા ધરાવતા કાર્યકર્તાઓ ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા અને પક્ષની સમતોલ વિકાસ અને સમરસ નિતીને સ્વીકારી હતી . ઉપરોકત કાર્યાલય ઉદઘાટન વેળાએ ઝોન મહામંત્રી શ્રી કે.સી. પટેલ , પ્રદેશ ભાજપ મંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા , કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ , સાંસદ વિનોદભાઈ ચાવડા , ધારાસભ્ય ડો . નિમાબેન આચાર્ય , માલતીબેન મહેશ્વરી , પક્ષના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા , જિલ્લા ભાજપ મહામંત્રીઓ અનિરૂધ્ધભાઈ દવે , વલ્લમજીભાઈ હુંબલ , શૈલેન્દ્રસિંહ જાડેજા , અબડાસા વિધાનસભા પેટા ચુંટણી ઈન્ચાર્જ જયસુખભાઈ પટેલ , પ્રવિણસિંહ વાઢેર , આગેવાનો અરજણભાઈ રબારી , ભરતભાઈ શાહ સહિતના આગેવાનો , કાર્યકરો તેમજ સ્થાનિક પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM