ગુજરાત બોર્ડ દ્વારા પ્રથમ કસોટીના પ્રશ્ન પત્ર લીક થવાના મામલે ચાંદખેડાની દુન બ્લોસમ સ્કૂલ સામે કડક કાર્યવાહી

પ્રથમ પરીક્ષા ના પ્રશ્નપત્ર લીક થવાની ગંભીર ભૂલ બદલ ચાંદખેડાની દુન બ્લોસમ એકેડેમીની સામે બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરી રૂપિયા દોઢ લાખનો દંડ કરવામાં આવ્યો

પ્રથમ પરીક્ષા ના પ્રશ્નપત્ર લીક થવાની ગંભીર ભૂલ બદલ ચાંદખેડાની દુન બ્લોસમ એકેડેમીની સામે બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરી રૂપિયા દોઢ લાખનો દંડ કરવામાં આવ્યો છે. આ સ્કૂલમાંથી પ્રથમ પરીક્ષા દરમિયાન સતત ત્રણ દિવસ પેપર લીક થયા હતા આવી ગંભીર ભૂલ સામે આવી હતી તેને બોર્ડ દ્વારા તારીખ 29- 7 -2022 ના રોજ ની કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો શાળાએ પોતાની રીતે પરીક્ષા લેવાની કરેલી ભૂલ. બોર્ડ દ્વારા આપવામાં આવેલ સમયપત્રકનું ઉલ્લંઘન કરવા બદલ અને બેદરકારી માટે દંડ કરવામાં આવ્યો હતો. પ્રશ્નપત્રની ગોપનીયતા અત્યંત જરૂરી છે અને બોર્ડ દ્વારા તૈયાર થતા પ્રશ્નપત્રનું ગોપનીયતા મૂલ્ય જાળવવું તે દરેક સ્કૂલની ફરજ છે. મૂલ્યાંકન વિદ્યાર્થીઓના શિક્ષણ સુધાર માટે હોય છે. આથી મૂલ્યાંકન પ્રક્રિયામાં થતી બેદરકારી સાખી ન લેવાય આ હેતુસર બોર્ડ દ્વારા આકરો દંડ આ સ્કૂલને કરવામાં આવેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *