“ઉત્સાહ અને ઉમંગનો સંગમ એટલે નવરાત્રી”

શુભારંભ ચેરિટેબલ ટ્રસ્ટ અને KK ઇવેન્ટ એન્ટરટેનર્સ દ્વારા તાપીના સૌથી મોટા નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10000 + જનમેદની ઉપસ્થિત રહેશે અને દૈનિક ઉત્કૃષ્ટ ઈનામો પણ આપવામાં આવશે. શુભપંખ આયોજનના માધ્યમથી પ્રાપ્ત થનારી તમામ આવક સ્ત્રી સશક્તિકરણ તેમજ ગરીબ બાળકોની શિક્ષા અર્થે દાન આપવામાં આવશે. નાનપણમાં ભણવાથી લઈને હરેક નાની-નાની સ્થિતિમાં સંઘર્ષ કરીને લક્ષ્ય પ્રાપ્ત કરવાની રાહ પર અડગતાસહ આત્મવિશ્વાસ સાથે ચાલનારનું ઉદાહરણ એટલે આરતીબેન ભીલ જીવનમાં કંઈક કરી બતાવવાનો જોમ, જુસ્સો, ઈચ્છાશક્તિ, નિષ્ઠા અને દૃઢ વિશ્વાસના પરિણામ સ્વરૂપે આજે એક ગરીબ આદિવાસી પરિવારની દીકરી આરતીબેન ભીલને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા છે. આજે આપણા આરતીબેન ભીલ ભારતના 100 પ્રેરણાત્મક મહિલાઓમાંથી એક છે જેણે ગુજરાતના હાઈકોર્ટના વકીલ બનીને પરિસ્થિતિ સામે ડગમગાયા વગર સંઘર્ષનો સામનો કરીને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત તેઓ “શુભારંભ ચેરીટેબલ ટ્રસ્ટ” નામનુ NGO પણ ચલાવે છે. જેમાં તેઓ પ્રમુખ તરીકે તથા બ્લેક બેલ્ટ વિનર આદરણીય શ્રી વિજય ભાઈ મૈસુઈયાજી કે જેમણે મહિલા સ્વરક્ષણ માટે ૪૦૦૦૦ આદિવાસી દીકરીઓને તાલીમ આપી છે તેઓ શુભારંભ ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી તરીકે કાર્યરત છે. શ્રી વિજયભાઈ મૈસુરિયાજી એ એક લાખ દિકરીઓને વિનામૂલ્યે તાલીમ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવાનો સંકલ્પ લીધો છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરવાની ઈચ્છા ધરાવે છે.

“સૌના સાથ અને સૌના વિકાસ” મંત્રને ચરિતાર્થ કરવા આદિવાસી સમુદાયના આર્થિક અને સામાજિક વિકાસને વેગ આપવા માટે ઘણી કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણમાં હાલ આદિજાતિ સમાજના તમામ લોકોને પ્રત્યેક સેવા નિ:શુલ્ક રૂપે આપવાનું ખૂબ જ સરાહનીય કાર્ય શુભારંભ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. શુભારંભ ચેરીટેબલ ટ્રસ્ટ એ આદિવાસી મહિલાઓના કલ્યાણ અર્થે સતત સેવાકાર્યો કાર્યો સાથે જોડાયેલું છે. સાથે જ આરતીબેન દ્વારા આદિજાતિ સમાજને વિકાસની મુખ્ય ધારામાં જોડી તેમના જીવનને વધુ સરળ, સમૃદ્ધ અને સમર્થ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ ટ્રસ્ટને ચલાવવા માટેના શ્રીમતી આરતીબેન ભીલ તથા ટ્રસ્ટ સાથે જોડાયેલા તમામ લોકોના પ્રયાસો અને પરિશ્રમ સરાહનાને પાત્ર છે. “શુભપંખ નવરાત્રી મહોત્સવમાં જોડાઈએ, ઉમંગના આ કાર્યક્રમને વધુ યાદગાર બનાવીએ” ચાલો આપણે સૌ ગરીબ લોકોની સેવા અર્થે ખૂબ જ ફળદાયી આવા ઉત્કૃષ્ટ કાર્યક્રમમાં સહભાગી બની, કાર્યક્રમને વધુમાં વધુ સફળ બનાવીએ.