



ગાંધીનગર મહાનગરના વોર્ડ નં. ૧૧ માં અમિયાપુર ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘરે ઘરે ધ્વજ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલ, વોર્ડ નં. ૧૧ ના કોર્પોરેટરશ્રી માણેકજી ઠાકોર, વોર્ડ પ્રમુખશ્રી અલ્પેશભાઈ પટેલ, વોર્ડ મહામંત્રીશ્રી ભવાનસિંહ વાઘેલા તથા વોર્ડ ૧૧ ના હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રો સાથે રહીને ઘરે ઘરે તિરંગા વિતરણ કરીને તા. ૧૩ ઓગષ્ટ થી ૧૫ ઓગષ્ટ સુધી દરેક ઘરે તિરંગો ફરકાવવા અપીલ કરેલ.