


મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામમાં આજે અયોધ્યા ચોકમાં કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કૃણાલ ગાંધી અને મંત્રી શ્રી હાર્દિક પંચાલ સહિત ગામનું યંગ ગ્રુપ મેહુલ પંચાલ, ધવલ મોચી, દક્ષેશ પંચાલ, પ્રિયંક પટેલ, જૈમિન પંચાલ, સંજય પંડિત, શૈલેષ પંચાલ,સુભાષ પંચાલ, હર્ષિલ વાળંદ, ધ્રુવ પંચાલ તમામ મિત્રો હાજર રહી આરતી ઉતારી ને પછી મટકી ફોડનો કાર્યક્ર્મ ગામ ની જ ઉમિયા મહિલા મંડળની બેનો દ્વારા ખુબ જ ધામ ધૂમ થી ઉજવણી કરવા માં આવી હતી. આશરો ચેરિટેબલ ટ્રસ્ટ હમેશા આવા તહેવારો ની ઉજવણી માં ખૂબ જ ઉત્સાહ દાખવી ને કાર્ય કરે છે એવું મંત્રી શ્રી હાર્દિક પંચાલે જણાવ્યું હતું.
